કેરલમાં પડઘા વડોદરામાં,કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ,પુતળાદહન

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 2:13 PM IST
કેરલમાં પડઘા વડોદરામાં,કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ,પુતળાદહન
કેરલમાં કોગ્રેસ કાર્યકર્તાઓએ ગાયની હત્યા કર્યા બાદ માંસ ખાતા સમગ્ર દેશમાં કોગ્રેસ સામે લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.જે રોષનો ભોગ વડોદરામાં કોગ્રેસ કાર્યલયને બનવાનો વારો આવ્યો હતો.વડોદરામાં કોઈ અજાણ્યા શખ્સોએ કોગ્રેસ કાર્યલય પર રાતે પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાખતા રાજકીય મોર્ચે ખળભળાટ મચી જવા પામ્યો છે.કોગ્રેસ કાર્યાલય પર તોડફાડ થતા પહેલા હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ કેરલમાં કોગ્રેસ કાર્યકર્તાઓએ ગાયની ખુલ્લેઆમ કરેલી હત્યાના વિરોધમાં કોગ્રેસનું પુતળાદહન કર્યું હતું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 2:13 PM IST
કેરલમાં કોગ્રેસ કાર્યકર્તાઓએ ગાયની હત્યા કર્યા બાદ માંસ ખાતા સમગ્ર દેશમાં કોગ્રેસ સામે લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.જે રોષનો ભોગ વડોદરામાં કોગ્રેસ કાર્યલયને બનવાનો વારો આવ્યો હતો.વડોદરામાં કોઈ અજાણ્યા શખ્સોએ કોગ્રેસ કાર્યલય પર રાતે પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાખતા રાજકીય મોર્ચે ખળભળાટ મચી જવા પામ્યો છે.

કેરાલામાં યુથ કોગ્રેસના કાર્યકર્તાઓએ ગાયની હત્યા કરી માંસ ખાધા બાદ વડોદરામાં કોગ્રેસ કાર્યલય પર તોડફોડની ઘટના બની હતી.જેને લઈ વડોદરા કોગ્રેસ કાર્યકર્તાઓએ આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.મહત્વની વાત છે કે કોગ્રેસ કાર્યલયમાં તોડફોડ અને પથ્થરમારા પહેલા હિન્દુ યુવા વાહિની સંસ્થાના કાર્યકર્તાઓએ કોગ્રેસ કાર્યલય બહાર જ યુથ કોગ્રેસનું પુતળુ બાળ્યું હતું.જેના કારણે વડોદરા કોગ્રેસ પ્રમુખે હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ પર તોડફોડ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.કોગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ ભવન પહોંચી કમિશનરને આવેદનપત્ર પાઠવી તોડફોડ કરનારા લોકોની તાત્કાલીક ધરપકડ કરવા માંગણી કરી હતી.bar
કોગ્રેસ કાર્યાલય પર તોડફાડ થતા પહેલા હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ કેરલમાં કોગ્રેસ કાર્યકર્તાઓએ ગાયની ખુલ્લેઆમ કરેલી હત્યાના વિરોધમાં કોગ્રેસનું પુતળાદહન કર્યું હતું.

ત્યારબાદ કોગ્રેસ કાર્યલય પર તોડફાડ થતા હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાની આશંકાઓ તેજ બની છે.કોગ્રેસ કાર્યલય પર તોડફાડની જાણ થતાની સાથે જ શહેર કોગ્રેસ પ્રમુખ અને કોર્પોરેશનના વિપક્ષ નેતા દોડી આવ્યા હતા.કોગ્રેસ પ્રમુખે રાવપુરા પોલીસને જાણ કરતા પોલીસના જવાનો કોગ્રેસ કાર્યલય પર દોડી આવ્યા હતા.

 
First published: May 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर