ભરતસિંહ સોલંકીના સતત સંપર્કમાં રહેલા કૉંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવ કોરોના પોઝિટિવ

News18 Gujarati
Updated: June 24, 2020, 9:49 AM IST
ભરતસિંહ સોલંકીના સતત સંપર્કમાં રહેલા કૉંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવ કોરોના પોઝિટિવ
ફાઇલ તસવીર

મૌલિન વૈષ્ણવને ભરતસિંહ સોલંકીની બાજુના રૂમમાં જ સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

  • Share this:
વડોદરા : રાજ્ય સભાની ચૂંટણી (Rajya Sabha Election) દરમિયાન કૉંગ્રેસના ઉમેદવાર અને નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) સાથે સતત હાજર રહેલા કૉંગ્રેસના અગ્રણી મૌલિન વૈષ્ણવ (Maulin Vaishnav)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના શંકાસ્પદ (Corona Positive) લક્ષણો જણાવતા તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બાદમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે માંજલપુર બેંકર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ જ્યાં દાખલ છે ત્યાં જ પૂર્વ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

પ્રદેશ નેતા મૌલિન વૈષ્ણવને લક્ષણો જણાતા ટેસ્ટ કરાયો

પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ મૌલિન વૈષ્ણવ રાજ્ય સભાની ચૂંટણી વખતે સતત ભરતસિંહની સાથે જોવા મળ્યા હતા. દરમિયાન તેમને કોરોનાના લક્ષણો જણાતા તેઓ વડોદરાની બેન્કર્સ હૉસ્પિટલમાં ક્વૉરન્ટાઇન થયા હતા. અહીં તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતા પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, હવે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે અહીં જ તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

ભરતસિંહના સંપર્કમાં આવેલા અનેક લોકો હોમ ક્વૉરન્ટીન થયા

રાજ્યમાં તાજેતરમા જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી (Rjyasabha election) બાદ કૉંગ્રેસના ઉમેદવાર (congress Candidate) ભરતસિંહ સોલંકી (Bharatsinh solanki)ને કોરોના વાયરસ (coronavirus) થતા હાહકાર મચી જવા પામ્યો છે. ગાઇડલાઇન પ્રમાણે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોએ ક્વૉરન્ટીન થવું અનિવાર્ય છે. જે અનુસંધાને લગભગ એકાદ ડઝન જેટલા અધિકારી-નેતાઓ અને હોદ્દાદારોના સમૂહને ક્વૉરન્ટીનમાં જવાની ફરજ પડી છે. સમાચાર આવતાની સાથે જ સૌથી પહેલાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ક્વૉરન્ટીન થયા હતા ત્યારબાદ હવે મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ ક્વૉરન્ટીન થયા છે.
મુખ્યચૂંટણી અધિકારી મુરલી પણ ક્વૉરન્ટાઇન થયા

ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી, કેન્દ્રીય નિરીક્ષક રાઘવ ચન્દ્રા, આરઓ ચેતન પંડ્યા, સાંસદ શક્તિસિંહ ગોહિક હોમ ક્વૉરન્ટીન થયા છે. આ ઉપરાંત બાપુગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ હોમ ક્વૉરન્ટાઇન થયા છે.
First published: June 24, 2020, 9:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading