Home /News /madhya-gujarat /વડોદરામાં કરોડો ખર્ચીને બનાવેલા અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન?

વડોદરામાં કરોડો ખર્ચીને બનાવેલા અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન?

અહીંયા બાયો-કેમેસ્ટ્રી ટેસ્ટ પણ નથી કરવામાં આવી રહ્યા.જેને લઈ દર્દીઓને ખાનગી લેબમાં કે હોસ્પિટલમાં જઈ ટેસ્ટ કે રિપોર્ટ કરાવવાની ફરજ પડી રહી છે.

Vadodara News: દર્દીઓ પણ કહી રહ્યા છે કે, એક્સ રે અને સોનોગ્રાફી મશીન શરૂ થાય તો ખાનગીમાં જઈને રૂપિયા ન ખર્ચવા પડે.

  અંકિત ઘોનસીકર, વડોદરા: વડોદરા કોર્પોરેશને દિલ્હીના આરોગ્ય મોડલને ટક્કર મારે એવા ત્રણ અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શરૂ કર્યા છે પણ અધિકારીઓના અણધડ વહીવટના કારણે CHC સેન્ટરની સુવિધાઓના લાભથી લોકો વંચિત રહ્યા છે. વડોદરા કોર્પોરેશને છાણી, માંજલપુર, અટલાદરામાં 18 કરોડના ખર્ચે અધ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવયા છે. જેનું 6 મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન પણ કર્યું હતુ.

  CHC સેન્ટરમાં હાલમાં માત્ર 24 કલાક OPD અને ઇમરજન્સી સારવાર દર્દીઓ લઈ રહ્યા છે. લોકો લોહીના સામાન્ય ટેસ્ટ પણ કરાવી રહ્યા છે પણ અતિ ખર્ચાળ એક્સ રે મશીન અને સોનોગ્રાફી મશીનની સુવિધા અહીંયા દર્દીઓને નથી મળી રહી. કેમકે લાખો રૂપિયાના ખર્ચે મશીન મંગાવી દીધા છે પણ તેને ઇન્સ્ટોલ જ નથી કરવામાં આવ્યાં. તેમજ એક્સ રે મશીન માટેનો યોગ્ય રૂમ જ તૈયાર નથી કર્યો. આ ઉપરાંત અહીંયા બાયો-કેમેસ્ટ્રી ટેસ્ટ પણ નથી કરવામાં આવી રહ્યા.જેને લઈ દર્દીઓને ખાનગી લેબમાં કે હોસ્પિટલમાં જઈ ટેસ્ટ કે રિપોર્ટ કરાવવાની ફરજ પડી રહી છે.

  આ અંગે હરીશ પટેલ, કોંગ્રેસના કોર્પોરેટરએ કહ્યું કે, CHC સેન્ટરમાં ત્વરિત સંપૂર્ણ સુવિધાઓ લોકો માટે શરૂ કરી દેવાય તો મધ્યમ અને ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર ન લેવી પડે. તો દર્દીઓ પણ કહી રહ્યા છે કે, એક્સ રે અને સોનોગ્રાફી મશીન શરૂ થાય તો ખાનગીમાં જઈને રૂપિયા ન ખર્ચવા પડે.  આ પણ વાંચો: 'નાટૂ નાટૂ' ને ઓસ્કાર મળતા ખુશ થઇ અમદાવાદની રાગ

  કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અત્યારે 7 મેડિકલ ઓફિસર ફરજ બજાવે છે. અહીંયા લોકોને 24 કલાક સારવાર મળી રહે તેવી સુવિધા છે. ગાયનેકોલોજિસ્ટ, પિડિયાટ્રીક તબીબો પણ અહીંયા દર્દીઓની મફતમાં સારવાર કરશે પણ પિડીયાટ્રીક તબીબની હજી ભરતી જ નથી કરાઈ. ગાયનેકોલોજિસ્ટ તબીબ ગર્ભવતી મહિલાઓની સારવાર અને ડિલિવરી પણ કરી રહ્યા છે પણ સ્ટાફની અછતના કારણે દર્દીઓને દાખલ કરવા માટેની સુવિધા હજી સુધી શરૂ નથી કરાઈ. એક CHC સેન્ટરમાં 50 બેડની સુવિધા ઊભી કરાઈ છે પણ સ્ટાફ જ ન હોવાથી દર્દીઓને દાખલ નથી કરવામાં આવતા.

  આ પણ વાંચો: રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ટોકન આપી બોલાવાશે

  છાણી CHC સેન્ટરમાં ફરજ બજાવતા ગાયનેકોલોજિસ્ટ તબીબ ડો. વિનય ભાભોર કહે છે કે, ગર્ભવતી મહિલાઓને સોનોગ્રાફી માટે ખાનગી લેબમાં મોકલવામાં આવે છે. જો અહીંયા સોનોગ્રાફી મશીન શરૂ થાય તો લોકોને ફાયદો થાય. જ્યારે પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેને કહે છે કે, CHC સેન્ટરમાં ઓપીડી ચાલુ છે પણ મશીનો બંધ છે તે વાત સાચી છે. વહેલી તકે CHC સેન્ટર સંપૂર્ણપણે કાર્યરત થાય તેવા અમારા પ્રયાસો છે.


  મહત્વની વાત છે કે, વડોદરા કોર્પોરેશને દિલ્હી સરકારના આરોગ્ય મોડેલને પણ ટક્કર મારે એવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવ્યા છે પણ અધિકારીઓના અણધડ વહીવટના કારણે નાગરિકો અદ્યતન સુવિધાઓથી વંચિત રહેવા મજબૂર છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat News, વડોદરા સમાચાર

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો