ધો-12ની વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડ્યા, બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: June 9, 2019, 3:01 PM IST
ધો-12ની વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડ્યા, બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ
ધરપકડ કરવામાં આવેલા યુવકો

ક્લાસમેટે નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી પૈસા પડાવી લીધા, બાદમાં આ તસવીરો મિત્રને મોકલી આપતા તેણે બ્લેકમેલ કરી દુષ્કર્મનો શિકાર બનાવી.

  • Share this:
ફરીદખાન પઠાણ, વડોદરા : ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી લઈને રૂ. 50 હજાર પડાવી લેવાના કેસમાં પોલીસે સગીર આરોપી સહિત ચારની ધરપકડ કરી છે. આ મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં ભવન્સ નામનો આરોપી હોમગાર્ડનો સભ્ય છે. આ કેસમાં ગૌત્રી પોલીસે વધારે તપાસ કરી છે. આરોપીઓ વિદ્યાર્થિનીના નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને તેણીને પોતાનો શિકાર બનાવતા રહ્યા હતા.

બ્લેકમેઇલ કરીને વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ

મળતી વિગત પ્રમાણે શહેરના ગોત્રી રોડ ખાતે રહેતી એક વિદ્યાર્થિનીને તેની જ સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી બ્લેકમેઇલ કરતો હતો. વિદ્યાર્થીએ વર્ષ પહેલા અકોટા બ્રિજ પાસે વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પોતાના મોબાઇલમાં પાડી લીધા હતા. જે વાયરલ કરી દેવાની ધમકી આપીને રૂ. 30 હજાર પડાવ્યા હતા. બાદમાં તેણે આ તસવીરો તેના એક મિત્રને મોકલી દીધી હતી. જે બાદમાં મિત્રએ પણ વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને રૂ. 20 હજાર પડાવી લીધા હતા. મામલો આટલેથી અટક્યો ન હતો પરંતુ વિદ્યાર્થીના મીત્રએ પણ આ તસવીરો અન્યને મોકલી આપ્યા હતા.

આવી રીતે ઘટના આવી સામે

પીડિત યુવતીના પિતા ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પોતાના ધંધામાંથી થતી આવકના પૈસા ઘરમાં જ રાખી મૂકતા હતા. એક દિવસ તેમને માલુમ પડ્યું તેમણે કબાટમાં મૂકેલા પૈસા ઓછા છે. આ અંગે દીકરીની પૂછપરછ કરતા તેણે તેના ક્લાસના અમુક યુવકો બ્લેકમેલ કરીને પૈસા પડાવી રહ્યા હોવાની વાત કહી હતી.

પ્રતિકાત્મક તસવીર
ચારની ધરપકડ

પોલીસ આ મામલે એફ.વાય. બી.કોમની અભ્યાસ કરતા ભવન્સ પ્રજાપતિ, મજૂરી કામ કરતા પ્રદીપ ચૌહાણ, એફ.વાય.બી.કોમમાં અભ્યાસ કરતા નિકુંજ રોહિત અને એક સગીરની ધરપકડ કરી છે.

આ રીતે યુવતીને કરતા રહ્યા બ્લેકમેલ

આ કેસની વિગત એવી છે કે સ્કૂલમાં સાથે અભ્યાસ કરતો પ્રદીપ ચૌહાણ વર્ષ પહેલા વિદ્યાર્થિનીને અકોટા બ્રિજ પાસે કોઈ અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. અહીં તેણે પીડિતાના નગ્ન ફોટા પાડી લીધા હતા. બાદમાં આ તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપીને તેણે વિદ્યાર્થિની પાસેથી રૂ. 30 હજાર પડાવી લીધા હતા. જે બાદમાં પ્રદીપે આ તસવીરો પોતાના મિત્ર નિકુંજ અને ભવન્સ પ્રજાપતિને મોકલી દીધા હતા. ભવન્સે પણ આ તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને રૂ. 20 હજાર પડાવી લીધા હતા. એટલું જ નહીં ભવન્સે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. જે બાદમાં મહિના પછી ભવન્સે તસવીરો જાહેર કરવાની ધમકી આપી ફરીથી દુષ્કર્મ આચર્યું.

જોકે, આ પ્રકરણ આટલેથી અટક્યું ન હતું. ભવન્સે આ તસવીરો સગીરવયના તેના એક મિત્રને મોકલી આપ્યા હતા. આ તસવીરો મળતા સગીરે પીડિતા પાસે બીજા નગ્ન ફોટા મંગાવ્યા હતા. એટલું જ નહીં તે તસવીરો તેના બીજા મિત્રોને મોકલી આપી હતી. આ તમામ તસવીરો બતાવીને ભવન્સે ફરીથી તસવીરો જાહેર કરવાની ધમકી આપીને પીડિતાને એક રાત્રે ઈએસઆઈ હોસ્પિટલ પાછળ ઝાડીમાં બોલાવીને તેની મરજી વિરુદ્ધ તેના કપડાં ઉતારી તેની સાથે બળજબરી કરી હતી.
First published: June 9, 2019
વધુ વાંચો
अगली ख़बर