Home /News /madhya-gujarat /

વડોદરાઃ જનસેવા કેન્દ્રો બન્યા ધન લેવા કેન્દ્રો, ફી લેવાતા નાગરિકોમાં રોષ

વડોદરાઃ જનસેવા કેન્દ્રો બન્યા ધન લેવા કેન્દ્રો, ફી લેવાતા નાગરિકોમાં રોષ

વડોદરામાં નાગરિકોને વિવિઘ પ્રમાણપત્રો માટે હવે અલગથી રૂપિયા 20 અરજી દીઠ ચુકવવા પડી રહ્યાં છે.

વડોદરામાં નાગરિકોને વિવિઘ પ્રમાણપત્રો માટે હવે અલગથી રૂપિયા 20 અરજી દીઠ ચુકવવા પડી રહ્યાં છે.

  • Pradesh18
  • Last Updated :
વડોદરા# વડોદરામાં નાગરિકોને વિવિઘ પ્રમાણપત્રો માટે હવે અલગથી રૂપિયા 20 અરજી દીઠ ચુકવવા પડી રહ્યાં છે. જન્મ મરણનો દાખલો, નવા નળ કનેકશન, મકાનની આકારણી, નવા મકાનના બાંધકામની પરવાંનગી, સહિત 27 વિવિઘ પ્રમાણપત્રો એકજ સ્થળેથી મળી રહે તે માટે મનપાએ ચાર જન સેવા કેન્દ્રોનો પ્રાંરભ કર્યો છે. પરંતુ ત્યાં પેહલા ટોકન પાંચથી 10 રૂપિયા લઇને વિવિઘ દાખલાઓ કાઢી આપવામાં આવતા હતા. હવે ટોકન ફી સિવાય અલગથી અરજી દિઠ 20 રૂપિયા લેવાનો નિર્ણય મનપાએ કર્યો છે.  આમ દરરોજ 1500થી વધુ અરજદારોને અલગથી 20 રૂપિયા ચુકાવવા પડી રહ્યાં છે.

મનપા દ્વારા બદામડી બાગ સહિત વિવિઘ વિસ્તારોમાં જન સેવા કેન્દ્ર એટલે પ્રાંરભ કરવામાં આવ્યા છે કે, એકજ સ્થળેથી નાગરિકોને વિવિઘ સેવાઓ માટેનાં જરૂરિયાત દાખલાઓ મળી રહે, પરંતુ રૂપિયા 20ની ફી નું ઘોરણનો અમલ અંગે ખુદ મેયર ભરત ડાંગરને જ ખબર નથી કે, 20 રૂપિયા લેવામાં આવે છે. તેમણે આ અંગે તપાસ કરવાનું રટણ કર્યુ હતુ.

આમ વડોદરામાં જન સેવા કેન્દ્ર ધન લેવા કેન્દ્રો બની ગયા છે અને દરરોજ 1500થી વધુ અરજદારોનાં ખિસ્સા માંથી વિવિઘ દાખલાઓ મેળવવા માટે હજારો રૂપિયા ખાલી થઇ રહ્યાં છે અને આ ફી લેવાના નિર્ણય સામે નાગરિકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
First published:

Tags: જન સેવા કેન્દ્ર, નાગરિકો, ફી, રોષ, વડોદરા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन