Home /News /madhya-gujarat /

વડોદરા: સીએમ રૂપાણીના કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં જોવા મળી બાળમજૂરી

વડોદરા: સીએમ રૂપાણીના કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં જોવા મળી બાળમજૂરી

પ્રતિકાત્મક તસવીર

    સરકાર દ્વારા દર વર્ષે બાળ અધિકાર દિવસે મોટા મોટા ભાષણ અપાય છે કે, બાળકોને શિક્ષણ, પોષણ સહિતના અધિકાર ફરજીયાત મળવા જોઈએ, કોઈ બાળક બાળમજૂરી ન કરવું જોઈએ. તો આપણા દેશમાં હજુ પણ પરિસ્થિતિ બદલાઈ હોય તેવું જોવા નથી મળી રહ્યું કેટલીએ જગ્યાએ ચાની કિટલી પર, હોટલોમાં બાળ મજૂરી જોવા મળતી હોય છે. બાળપણમાં ખેલકુદની સાથે-સાથે વિદ્યાપ્રાપ્તીના બદલે નાનકડા ભૂલકાઓ કારમી મજૂરી કરીને પીસાય છે. આવી જ એક ઘટના વડોદરા શહેરમાં જોવા મળી છે, તે પણ મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીમાં.

    વડોદરામાં એક સરકારી કાર્યક્રમની તૈયારીમાં બાળમજૂરી જોવા મળી હોવાની ઘટના સામે આવી છે. અહીં સીએમ આવતીકાલે આવવાના હોવાથી સહેરના માર્ગોની સજાવટમાં બાળમજૂરી જોવા મળી છે. બાળકો દ્વારા રોડ પર આવેલ સ્પીડ બ્રેકર અને ઝીબ્રા ક્રોસીંગ પર કલર કામ બાળકો પાસે કરાવવામાં આવી રહ્યું છે.

    મળતી માહિતી મુજબ, આવતીકાલે સીએમ વિજય રૂપાણી વડોદરામાં સુજલામ સુફલામ જળ આયોજન અંતર્ગતના રૂ. 321 કરોડના કામોનું લોકાર્પણ કરવા આવવાના છે. ત્યારે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગોને રંગ રોગાન કરી સજાવવાનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં રોડ પર આવેલ સ્પીડબ્રેકર અને ઝીબ્રાક્રોસિંગ પર સફેદ કલરના પટ્ટા મારવાની કામગીરી થઈ રહી છે. આ કામગીરીમાં બાળકો સાથે મજૂરી કરાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.



    તમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકશો કે, શહેરના રોડ પર બાળકો પાસે મજૂરી કરાવી સ્પીડબ્રેકરને સફેદ કલરના પટ્ટા પાડવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને આવા કામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અને કોન્ટ્રાક્ટરો મજૂરીના પૈસા ઓછા આપવા પડે તે માટે જરૂરિયાતમંત બાળકો પાસે ઓછા પૈસે કામ કરાવી નફો રળી લેવાના ઈરાદે બાળમજૂરી કરાવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, 2016ના ઓગષ્ટ મહિનામાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગરમાં બાળમજૂરી નાબૂદી માટેની રાજ્યવ્યાપી ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. બાળમજૂરી અંગેની ફરિયાદ નોંધાવવા માટેની ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ રાજ્યભરમાં અસરકારક બનાવવાની છણાવટ કરી હતી. ત્યારે સીએમ વિજય રૂપાણીના આગમનની તૈયારીમાં જ બાળમજૂરી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર દ્વારા આવા લેભાગુ કોન્ટ્રાક્ટરો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Child labor, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन