Home /News /madhya-gujarat /વડોદરાના બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, સ્યૂસાઇડ નોટ મળતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પગલું ભર્યું હોવાનું ખૂલ્યું

વડોદરાના બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, સ્યૂસાઇડ નોટ મળતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પગલું ભર્યું હોવાનું ખૂલ્યું

ડાબે બિલ્ડરની ફાઇલ તસવીર અને જમણે સ્યૂસાઇડ નોટની તસવીર

વડોદરામાં રહેતા એક બિલ્ડરે આત્મહત્યાની કોશિશ કરી હતી. ગોત્રીની ઓફિસમાં 30થી વધુ ઉંઘની ગોળીઓ લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.

    વડોદરાઃ શહેરમાં રહેતા એક બિલ્ડરે આત્મહત્યાની કોશિશ કરી હતી. ગોત્રીની ઓફિસમાં 30થી વધુ ઉંઘની ગોળીઓ લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ કે, જમીનમાલિક અને વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા.

    સ્યૂસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા


    આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં લખેલી ચિઠ્ઠીમાં બિલ્ડર જયેશ પારેખે રમેશ પ્રજાપતિ અને લક્ષ્મણ ભરવાડ નામના શખ્સોને જવાબદાર ગણાવ્યા છે. આ ઉપરાંત તેમના પર ધાકધમકી આપવાનો આરોપ મૂક્યો છે. લક્ષ્મણ ભરવાડને 2 કરોડથી વધુની રકમ ચૂકવી આપી હોવા છતાં તે ત્રાસ આપતો હોવાનો બિલ્ડરે આરોપ મૂક્યો છે. તો બીજી તરફ, રમેશ પ્રજાપતિ પર આરોપ મૂક્યો છે કે તેણે બાંધકામ ચાલુ હોવા છતાં સાઇટ લોક કરી દીધી હતી. એટલું જ નહીં સાઇટ પર તેમણે માણસ બેસાડી દીધા હોવાનો પણ આરોપ મૂક્યો છે. ચિઠ્ઠીમાં બિલ્ડરે લખ્યું છે કે, રમેશ પ્રજાપતિને કારણે તેમને આ પગલું ભરવા મજબૂર થવું પડયું છે.

     આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના 176 નવા કેસ, એક દર્દીનું મોત

    ઉલ્લેખનીય છે કે, રમેશ પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય અને વડોદરાના પૂર્વ મેયર દલસુખ પ્રજાપતિના ભાઈ છે. દલસુખ પ્રજાપતિ મોટા બિલ્ડર છે અને જમીનમાલિક પણ છે. એટલું જ નહીં, રમેશ પ્રજાપતિના ભત્રીજા રાજેશ પ્રજાપતિ ભાજપના કોર્પોરેટર છે. આમ ભાજપના જ બે મોટા માથાઓ સાથે રમેશ પ્રજાપતિનો ઘનિષ્ઠ સંબંધ હોવાનું સામે આવ્યું છે અને તેને લઇને એ સવાલ પણ ઉઠી રહ્યા છે કે, શું ભાજપના મોટા માથાઓ સાથે જોડાયેલા હોવાને કારણે રમેશ પ્રજાપતિ કોઈપણ કામ કરી શકે છે!


    ચિઠ્ઠીમાં બીજા કયા નામોનો ઉલ્લેખ કર્યો છે ?



    • રમેશ પ્રજાપતિ (દલસુખ પ્રજાપતિના ભાઈ)

    • લક્ષ્મણ ભરવાડ (વ્યાજખોર )

    • વ્યોમેશ ચીમન પટેલ

    • કૌશિક ચીમન પટેલ

    • પિયુષ વિનયચંદ્ર શાહ

    • ગિરીશ ભીખાભાઈ પટેલ

    • સુનીલભાઈ અગ્રવાલ


    બિલ્ડરની હાલત ગંભીર, ICUમાં દાખલ


    આ ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ બિલ્ડરની તબિયત ગંભીર છે. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Vadodara, Vadodara City News, Vadodara Top News