Home /News /madhya-gujarat /

વડોદરાઃ વૈભવી એન્ડેવર કારમાં આગ, બિલ્ડર સીટ પર જ ભડથું થઈ ગયો

વડોદરાઃ વૈભવી એન્ડેવર કારમાં આગ, બિલ્ડર સીટ પર જ ભડથું થઈ ગયો

હાડપિંજર બની ગયેલી કાર, ઇનસેટમાં મૃતક બિલ્ડર

    વડોદરાઃ મંગલળવારે શહેરના એક જાણીતા બિલ્ડરનું તેની જ કારમાં રહસ્યમય રીતે મોત થઈ ગયું છે. લોટસ જૂથના બિલ્ડર મિહિર પંચાલ જે કારમાં સવાર હતા તે એન્ડેવર ટિટેનિયમ કારમાં આગ લાગી ગઈ હતી. આગને કારણે બિલ્ડર પોતાની સીટ પર જ ભડથું થઈ ગયો હતો. ખોપડી સિવાય બિલ્ડરનું આખું શરીર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. આ બનાવમાં હત્યાની આશંકાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી છે.

    મળતી માહિતી પ્રમાણે મંગળવારે બપોરે અંકોડિયા એન્ટિકા ગ્રીન સોસાયટીની પાછળ એક વૈભવી કારમાં આગ લાગી હતી. આ કારમાં શહેરના જાણીતા બિલ્ડર સવાર હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કારમાં આગ લાગી ગયા બાદ બિલ્ડરે સતત પાંચ મિનિટ સુધી મદદ માટે હોર્ન માર્યા હતા. આ અંગેની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે, ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ કાર બળી ગઈ હતી અને કારમાં સવાર બિલ્ડર ભડથું થઈ ગયો હતો. બિલ્ડરનું આશું શરીર બળી ગયું હતું. તેણે પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળથી તેની ઓળખ કરવામાં આવી હતી.



    પોલીસ વડાના જણાવ્યા પ્રમાણે શોર્ટસર્કિટને કારણે કારમાં આગ લાગી હોઈ શકે છે. જોકે, કાર રોંગ સાઇડમાં ઉભી હતી અને જે જગ્યાએ આગ લાગી ત્યાંથી આગળ જવાનો રસ્તો પણ બંધ હોવાથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બિલ્ડર કારને પાર્ક કરીને ત્યાં ઉભો હતો. સૌથી મોટો પ્રશ્ન એ છે કે કાર ઉભી હોય ત્યારે આગ લાગે તો બિલ્ડર કેવી રીતે બહાર ન નીકળ્યી શક્યો? આવા અનેક શંકા જન્માવતા પ્રશ્નોને લઈને પોલીસ આ કેસમાં હત્યાની આશંકાને ધ્યાનમાં રાખીને પણ તપાસ કરી રહી છે.



    પાંચ મિનિટ હોર્ન માર્યા પણ કોઈ મદદે કેમ ન આવ્યું?

    એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડરે કારમાં આગ લાગ્યા બાદ પાંચ મિનિટ સુધી મદદ માટે હોર્ન માર્યા હતા. પરંતુ કોઈનું આ તરફ ધ્યાન ન ગયું તે વાત શંકા જન્માવે તેવી છે. બીજી તરફ એવી પણ વાત વહેતી થઈ હતી કે કારમાં આગ લાગી હોવાનું જાણીને અમુક લોકો એવું માનીને ત્યાંથી નીકળી ગયા હતા કે વીમો પકવવા માટે કોઈએ કારમાં આગ લગાડી દીધી હશે. જોકે, કારમાં કોઈ વ્યક્તિ હાજર છે તેવું માલુમ પડે ત્યાં સુધી તો કાર અને અંદરનો વ્યક્તિ બંને ખાખ થઈ ગયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Builder, અકસ્માત, કાર, ગુનો, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन