Home /News /madhya-gujarat /

વડોદરાઃ બિલ્ડર આકાશ અને તેનો મિત્ર નાશામાં ધૂત ઝડપાયા, મર્સિડીઝ જપ્ત કરાઇ

વડોદરાઃ બિલ્ડર આકાશ અને તેનો મિત્ર નાશામાં ધૂત ઝડપાયા, મર્સિડીઝ જપ્ત કરાઇ

બ્લિડરની જપ્ત કરાયેલી મર્સિડીઝ કાર

રવિવારે રજાના મૂડમાં મર્સિડીઝમાં ટહેલવા નીકળેલા બિલ્ડર આકાશ વાઘેલાની કાર રેસકોર્સ આંબેડકર સર્કલ પાસેના ડિવાઇડર પર ચઢી જતાં લોકો એકઠાં થયા હતા.

    ફરિદખાન, વડોદરાઃ રવિવારે રજાના મૂડમાં મર્સિડીઝમાં ટહેલવા નીકળેલા બિલ્ડર આકાશ વાઘેલાની કાર રેસકોર્સ આંબેડકર સર્કલ પાસેના ડિવાઇડર પર ચઢી જતાં લોકો એકઠાં થયા હતા. બનાવને પગલે સ્થળ ઉપર દોડી ગયેલી ગૌત્રી પોલીસે તપાસ કરતાં બિલ્ડરની સાથે તેનો ઉદ્યોગપતિ મિત્ર અતિશય જાટિયા પણ નશામાં ધૂત હોવાનો ભાંડો ફૂડ્યો હતો. પોલીસે બંને નબીરાની ધરપકડ કરી મર્સિડીઝ કાર કબ્જે લીધી હતી. આરોપીઓને છોડાવવા કેટલાક બિલ્ડરો તથા ઉદ્યોગતપતિઓએ ચક્કર ચલાવ્યાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

    મળતી માહિતી પ્રમાણે વડોદરાના રેસકોર્સ આંબડકર સર્કલ પાસે કાર ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. દરમિયાન કોઇએ 100 નંબર ઉપર ફોન કરતાં ગોત્રી પોલીસની પીસીઆર વાન સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં કારમાંથી બે નબીરા દારૂ પીધેલા હોવાનું બહાર અવ્યું હતું. પોલીસે તેમનું નામઠામ પૂછતાં આકાશ પરુષોત્તમભાઇ વાઘેલા અને અતિશય રમેશભાઇ જાટિયા હોવાનું જણાવ્યું હતું.

    પોલીસે આકાશ વિરુદ્ધ ડ્રંક એન્ડ ટ્રાઇવ અને અતિશય સામે દારૂ પીધેલાનો કેસ દાખલ કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આકાશ બિલ્ડર છે. રેસકોર્સ પાસેની એમરલ્ડ બિલ્ડિંગ તેણે બનાવી છે. તેમજ જાણીતા સિક્યોરિટી એજન્સીના સંચાલકનો જમાઇ છે. જ્યારે અતિશય જાટિયા પાદરામાં કેપ્સુલ બનાવવાની ફેક્ટરી ધરાવે છે.

    આ પણ વાંચોઃ-ખેડાઃ કઠલાલ પાસે લક્ઝરી બસ પલટી, 25થી વધુ મુસાફરો ઘાયલ

    આ અગાઉ તે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આકાશ મર્સિટીઝ ચલાવતો હતો. ત્યારે અચાનક કાર ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. ટાયર ફાટી ગયું હતું. જો. ટાયર ફાટ્યું ન હોત તો આરોપીઓ ભાગી ગયા હોત. પોલીસે બંને આરોપીના બ્લડ સેમ્પલ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, બિલ્ડરની કાર અક્સમાત બાદ તેના જ એમરલ્ડ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં જઇ સંતાડી દેવાઇ હતી. જોકે, મીડિયાના દબાણથી મોડી રાત્રે કાર પોલીસ સ્ટેશન લવાઇ હતી.
    First published:

    Tags: Akash vaghela, Builder, Drink and drive, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन