ફરિદ ખાન, વડોદરાઃ ગુજરાત સહિત દેશમાં ટ્રાફિક નિયમો વધારે કડક બની ગયા છે. ત્યારે ટ્રાફિક નિયમ ભંગ કરનારને આકરો દંડ ભરવો પડે છે. જોકે, લોકો દંડથી બચવા માટે અનેક નવા નવા પ્રયોગો કરતા હોય છે. લોકોને એક આદ દસ્તાવેજ ઓછું હોય તો પણ વાહનચાલકોને દંડ ભરવો પડે છે. ત્યારે આવી સમસ્યાથી બચવા માટે વડોદરાના એક વાહન ચાલકે નવો પ્રયોગ અપનાવ્યો છે.
જેનાથી દસ્તાવેજ ઓછા હોવાની સમસ્યાથી કોઇને પણ દંડ ભરવો ન પડે. વડોદરના રામપાલ શાહે રોજબરોજમાં ઉપયોગમાં આવતા હેલ્મેટ ઉપર જ ટ્રાફિક નિયમ પ્રમાણે જરૂરી દસ્તાવેજો હેલ્મેટ ઉપર ચોંટાડી દીધા છે. રામપાલ જેવી રીતે દરેક લોકો જો આ પ્રયોગ અપનાવે તો લોકો દંડ ભરવાથી બચી શકે એવું તેમનું માનવું છે.
નવો કિમિયો અપનાવનાર રામપાલ શાહનું કહેવું છે કે, હેલ્મેટનો કાયદો પહેલાથી હતો. હવે નવા કાયદો આવ્યો છે ત્યારે આપણે કાયદાની રિસ્પેક્ટ તો કરવી પડશે. ક્યારે આપણે એક આદ દસ્તાવેજ ભૂલી જતા હોઇએ છીએ ત્યારે આપણને આકરો દંડ લાગતો હોય છે. ત્યારે આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઇએ એ વિચારતો હતો. ત્યારે મને વિચાર આવ્યો કે, હું હેલ્મેટ તો રોજ પહેરું જ છું તો મે બધા જરૂરી ડોક્યુમેન્ટ હેલ્મેટ ઉપર લગાવી દીધા છે. ક્યારેક કોઇ અધિકારી મને પૂછે ત્યારે હું બધા ડોક્યુમેન્ટ લગાવી દઉં છું. ત્યારે અધિકારીઓ પણ ખુશ થઇ જાય છે.
અધિકારીઓના પ્રતિસાદ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ પ્રયત્ન સારો છે. જો મારા જેવું બધા લોકો કરશે તો ટ્રાફિકાના નિયમો તોડવાનો કોઇને વારો જ નહીં આવે. તેમણે વધારે જણાવ્યું હતું કે, દરેકે પોત પોતાના નિયમો પાળવાના પ્રયોગોનો અમલ કરવો જ જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, દરેકે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જ જોઇએ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર