ફરીદ ખાન, વડોદરા: વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયા પોસ્ટે વિવાદ સર્જ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં નાથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવ્યા છે. આ પોસ્ટને લઇને રાજકીય મોરચે ચર્ચા સાથે ગરમાવો જોવા મળી રહ્યો છે.
વડોદરાના ગોરવા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટર દિલીપ નેપાલીએ સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. તેમણે નાથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવ્યા છે. સાથે નાથુરામ ગોડસેને જન્મદિવસ નિમિતે નમન કર્યા છે. આ વિવાદાસ્પદ પોસ્ટે ચર્ચા જગાડી છે.
ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના ભક્તોનો વિવાદ ગુજરાતમાં પણ જોવા મળ્યો છે. સુરતમાં નાથુરામ ગોડસેનો જન્મ દિવસ ઉજવવાની ઘટના સામે આવી હતી. જેને લઈ વિવાદ વકર્યો છે. આ મામલે 6 લોકોની અટકાયત પમ કરવાામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદ વકર્યો છે. કોંગ્રેસે આ મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો છે, અને કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર