વડોદરાઃ ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ ઉમેદવારની એફબી પોસ્ટ શેર કરતા વિવાદ

News18 Gujarati
Updated: July 6, 2018, 10:20 AM IST
વડોદરાઃ ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ ઉમેદવારની એફબી પોસ્ટ શેર કરતા વિવાદ
કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતા, ભાજપ શહેર મહામંત્રી સદાનંદ દેસાઈ
News18 Gujarati
Updated: July 6, 2018, 10:20 AM IST
વડોદરા શહેરના ભાજપના મહામંત્રી સદાનંદ દેસાઈએ કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાના ચૂંટણી પ્રચારની ફેસબુક પોસ્ટ શેર કરી દેતા વિવાદ ઉભો થયો છે. શ્વેતા મહેતા વોર્ડ નંબર-11ની પેટાચૂંટણીના ઉમેદવાર છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ભાજપના એક કાર્યકરે ઉમેદવારનો વિરોધ કરતા તેને સ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે મહામંત્રીએ કોંગ્રેસના ઉમેદવારનો ફોટો શેર કર્યો છે ત્યારે તેમની સામે શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.

વોર્ડ નંબર-11ની ચાલી રહી છે ચૂંટણી

હાલમાં વડોદરામાં વોર્ડ નંબર-11ની પેટા ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાની સારી કામગીરી કરતી એક પોસ્ટ ભાજપના મહામંત્રીએ લાઇક કરીને શેર કરી હતી. જેના બાદમાં તેઓ વિવાદમાં સપડાયા છે. તેમણે તાજેતરમાં જ એક કાર્યકર સામે શિસ્તભંગના પગલા લેતા તેને સસ્પેન્ડ કરી દીધો હતો. આ વાત ધ્યાનમાં આવ્યા બાદ ભાજપના જ કેટલાક લોકો તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. ભાજપના કાર્યકરો આ મામલે શહેરના સંગઠનના હોદેદારો સામે રજુઆત કરશે.

શ્વેતા મહેતાની પોસ્ટ, જેને સદાનંદ દેસાઈએ શેર કરી હતી


બાળકે ભૂલથી શેર કરી દીધોઃ સદાનંદ દેસાઈ

આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા શહેર ભાજપ મહામંત્રી સદાનંદ દેસાઈએ કહ્યું હતું કે, "મારા ફોનમાંથી કોઈ બાળકે ભૂલથી આ પોસ્ટ લાઇક કરીને શેર કરી દીધી હતી. મને જ્યારે ખબર પડી ત્યારે મેં આ પોસ્ટ હટાવી દીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાને રાજકારણની કોઈ ખબર નથી. તેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. હું પક્ષથી નારાજ નથી. પાર્ટીએ મને ખૂબ આપ્યું છે. મેં કોઈ મોટો ગુનો નથી કર્યો. જે થયું છે તે એક બાળકની ભૂલથી થયું છે. કોંગ્રેસના લોકો ચૂંટણી સમયે જ કામ કરવા બહાર નીકળે છે. બાકી તેઓ ક્યારેય દેખાત જ નથી."

તેમણે શેર કરવાના બહાને ફોટો જોયો એટલું બસ છેઃ શ્વેતા મહેતા

આ અંગે કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "દરેક લોકોએ સારું કામ કરવું જોઈએ. સદાનંદ દેસાઈએ શેર કરવાના બહાને પણ હું કામ કરી રહી છું તે ફોટો જોયો એટલું બહુ છે. ભાજપે 22 વર્ષથી જો સારું કામ કર્યું હોચ તો આજે રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાયા ન હોત. લોકોમાં ભાજપ પ્રત્યે ખૂબ જ આક્રોશ છે. તેમણે હું સારું કામ કરતી હોઈશ એટલે ફોટો શેર કર્યો હશે, આ બાબતે કોઈ સ્પર્ધા નથી."
First published: July 6, 2018
વધુ વાંચો
अगली ख़बर