Home /News /madhya-gujarat /વડોદરા: જન્મદિવસની ઉજવણીમાં નિયમોના ધજાગરા, તલવારો લહેરાવી ઝૂમ્યા યુવાનો

વડોદરા: જન્મદિવસની ઉજવણીમાં નિયમોના ધજાગરા, તલવારો લહેરાવી ઝૂમ્યા યુવાનો

જાહેરમાં તલવારો સાથે જન્મદિવસની ઉજવણી

Vadodara: આ લોકોએ જાહેરમાં તલવારો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. જાણે આ લોકોને પોલીસનો ખોફ ન હોય તેમ જાહેરમાં તલવારો લઇને ઝૂમતાં વીડિયોમાં જોવા મળી રહ્યા છે

વડોદરા: શહેરમાં છાશવારે ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે. ગુનાખોરોને પોલીસનો ડર રહ્યો નથી તેમ આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. જાણે તેઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ અમુક ઘટનાના વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. આવી જ એક ઘટના વડોદરાના કિશનવાડીમાં બની છે. જેનો વીડિયો વાયરલ થયો છે.



આ પણ વાંચો: દમણ: મિત્રએ પ્રેમિકા છીનવી લેતાં બની લોહીયાળ વારદાત

વડોદરાના કિશનવાડીના વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક યુવાનો જન્મદિવસની ઉજવણી કરતાં જોવા મળી રહ્યા છે. પરંતુ આ ઉજવણી એટલા માટે ચર્ચાનો વિષય બની છે કે, આ લોકોએ જાહેરમાં તલવારો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. જાણે આ લોકોને પોલીસનો ખોફ ન હોય તેમ જાહેરમાં તલવારો લઇને ઝૂમતાં વીડિયોમાં જોવા મળી રહ્યા છે. યુવકો જાહેરમાં તલવારો સાથે ડાન્સ કરતાં નજરે પડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ તમામ યુવકો કિરણ નામના યુવકના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યુવકો જન્મદિવસની ઉજવણી દરમિયાન કેક કાપી રહ્યા છે. વીડિયોમાં કેટલીક મહિલાઓ પણ જોવા મળી રહી છે. જે બાદ ડીજેના તાલે ઝૂમતા નજરે પડે છે. જેમાં બે યુવકોના હાથમાં તલવાર જોવા મળી રહી છે. તેઓ ડાન્સ કરતાં હવામાં તલવારો લહેરાવી રહ્યા છે. આમ સરેજાહેર જન્મદિવસની ઉજવણીમાં નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. ઉજવણીના કૈફમાં યુવાનો ભાન ભૂલ્યાની આ ઘટનાએ ચર્ચા જગાડી છે.
First published:

Tags: Gujarat News, Vadoadara News, Viral news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો