વડોદરા : હેલ્મેટ ન પહેરેલા બાઇક ચાલકને રોકવા જતા ટ્રાફિક પોલીસ 25 ફૂટ ઢસડાયો

News18 Gujarati
Updated: November 5, 2019, 5:10 PM IST
વડોદરા : હેલ્મેટ ન પહેરેલા બાઇક ચાલકને રોકવા જતા ટ્રાફિક પોલીસ 25 ફૂટ ઢસડાયો
ઇજાગ્રસ્ત ટ્રાફિક પોલીસ

રાજ્યભરમાં ટ્રાફિકનાં નિયમભંગ બદલ ભારેખમ દંડ વસુલવાનાં નિયમનો અમલ કરવા પોલીસ દ્વારા રોજ કડક ચેકિંગ કરાઇ રહ્યું છે.

  • Share this:
ફરિદ ખાન પઠાણ,વડોદરા : રાજ્યભરમાં ટ્રાફિકનાં નિયમભંગ બદલ ભારેખમ દંડ વસુલવાનાં નિયમનો અમલ કરવા પોલીસ દ્વારા રોજ કડક ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે શહેરનાં ફતેગંજ વિસ્તારમાં બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યું હતું એટલે ટ્રાફિક પોલીસે તેને રોક્યો હતો. પરંતુ તે રોકાયો નહીં અને ટ્રાફિક પોલીસને અડફેટે લઇને 25 ફૂટ સુધી ઢસેડ્યો હતો. જેથી ટ્રાફિક પોલીસને ઇજા પહોંચતા તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે બાઇક ચાલકની અટકાયત કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરનાં ફતેગંજ વિસ્તારમાં નરહરિ સર્કલ પાસે એક બાઇક ચાલકે હેલ્મેટ ન પહેરતા ટ્રાફિક પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યુવાન પોલીસને નજર અંદાજ કરીને આગળ જતો રહ્યો હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલે તેને રોકવાનો પ્રયત્ન કરતા તે બાઇકની અડફેટે આવી ગયો હતો. જે બાદ રસ્તા પર 25 ફૂટ ધસડાયો હતો. જે બાદ અન્ય પોલીસ કર્મીઓેએ યુવાનની અટકાયત કરી લીધી હતી. ટ્રાફિક પોલીસ ઢસડાવવાને કારણે ઇજાગ્રસ્ત થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : સુરત : વિદ્યાર્થી કાલથી હેલ્મેટ-લાયસન્સ વગર વાહન ચલાવશો તો વાલીને થશે દંડ અને સજા

નોંધનીય છે કે, ગઇકાલે પણ વડોદરામાં એક વ્યક્તિએ ટ્રાફિકનાં નિયમોનો વિરોધ કરીને રસ્તા પર સુઇ ગયો હતો. કાલાઘોડા સર્કલ પાસે સોમવારે બપોરે હેલમેટ વિનાના ચાલકને રોકતા તેના પિતાએ આવી હોબાળો મચાવ્યો હતો. મકરપુરાની ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતો જલેસ તુષાર શાહ સોમવારે બપોરે 1-30 વાગે પંચમુખી હનુમાન મંદિર પાસેથી પસાર થતો હતો. ત્યારે હેલમેટ પહેર્યું ના હોવાથી ટ્રાફિક પોલીસે તેને રોકયો હતો, જેથી જલેસે હું હેલમેટ પહેરવાનો નથી તેમ કહી પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. થોડી વારમાં તેના પિતા તુષાર શાહ પણ દોડી આવ્યા હતા .તુષાર શાહે પણ હેલમેટનો વિરોધ કરી દંડ નહી ભરુ તેમ જણાવી ઉગ્ર બોલાચાલી કરી હતી અને રસ્તા પર જ સુઇ ગયા હતા. એક કલાક સુધી ભારે હોબાળો મચ્યો હતો. જે બાદ આ ઘટનાનો વીડિયો પણ ઘણો જ વાયરલ થયો હતો. ત્યારબાદ રાવપુરા પોલીસે પિતા પુત્રની અટકાયત કરી ગુનો પણ નોંધ્યો હતો.
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading