Home /News /madhya-gujarat /

વડોદરા: ખાનગી કંપનીમાં ગેસ ગળતરની મોટી દુર્ઘટના, 4ના મોત

વડોદરા: ખાનગી કંપનીમાં ગેસ ગળતરની મોટી દુર્ઘટના, 4ના મોત

ખાનગી કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેને લઈ આ કંપનીમાં કામ કરી રહેલા 4 મજૂરોના મોત નિપજ્યા છે.

ખાનગી કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેને લઈ આ કંપનીમાં કામ કરી રહેલા 4 મજૂરોના મોત નિપજ્યા છે.

    ભોપાલ ગેસ દુર્ઘટનાને આજે 34 વર્ષ થઈ ગયા. જેમાં ઝેેરી ગેસ ગળતરની ઘટનાથી એક જ દિવસમાં 3000 લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે તેની અસરથી બાદમાં 23000 લોકો મરી ગયા હતા. આ ઘટના આજના જ દિવસે એટલે કે 2 ડિસેમ્બર 1984ના રોજ બની હતી. ત્યારે આજના જ દિવસે વડોદરામાં પણ એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જીલ્લાના પાદરા પાસેના માંસરરોડ પર એક ખાનગી કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેને લઈ આ કંપનીમાં કામ કરી રહેલા 4 મજૂરોના મોત નિપજ્યા છે.

    સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાદરાના માંસરરોડ પર એક ખાનગી કંપનીમાં 4 મજૂરો ટાંકી સાફ કરવા માટે અંદર ઉતર્યા હતા, જે સમયે કંપનીની બેદરકારીના કારણે ગેસ લીકેજ થતા ચાર લોકોના ગુંગળાઈ જવાથી મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં વેડચ ગામના કમલેશ જાદવ, વિનોદ જાધવ, દલોની ગામના મનીષ પઢીયાર અને કિરણ સોલંકીના મોત થયું છે.

    ઉલ્લેખનીય છે કે, 2 ડિસેમ્બરે ભોપાલમાં ગેસ ગળતરની મોટી દુર્ઘટના બની હતી. 2-3 ડિસેમ્બરની રાત્રે અંધાામાં યૂનિયન કાર્બાઈડ ફેક્ટરીમાં બેદરકારી કે દુર્ઘટનાના કારણે ઝેરી ગેસ ફેલાઈ ગયો, જે સવારે સુરજ ઉગતા જ ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો. રાત્રે ઊંઘેલા લોકો ઊંઘમાં જ મરી ગયા. આમ થોડા જ સમયમાં હજારો લોકોના મોત નિપજ્યા. તે દિવસે 40 ટન મિથાઈલ આઈસોસાયનાઈડ ગેસ પ્લાન્ટમાંથી લીક થઈ હતી.

    લગભગ 5.21 લાખ લોકો આ ઘટનાથી પ્રભાવિત થયા હતા. 3 દિવસમાં ભોપાલ અને તેના આજુબાજુના વિસ્તારમાં તાબાહી મચી ગઈ હતી. 3 હજારથી વધારે લોકોના શરૂઆતના દિવસમાં જ મોત થઈ ગયા હતા,. પૂરા ગેસ કાંડમાં લગભગ 23000થી વધારે લોકોએ પોતાનો જીવ ખોયો હતો. આ આંકડો ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Private Company, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन