Home /News /madhya-gujarat /

સાવલી ડ્રગ્સ કેસમાં ATS દ્વારા કરાયો મોટો ખુલાસો, આ રીતે ચાર લોકો બનાવતા હતા ડ્રગ્સ

સાવલી ડ્રગ્સ કેસમાં ATS દ્વારા કરાયો મોટો ખુલાસો, આ રીતે ચાર લોકો બનાવતા હતા ડ્રગ્સ

ગુજરાત એટીએસ દ્વારા આપવામાં આવી માહિતી

Gujarat latest news: આ ફેક્ટરીમાં દરોડા પાડીને 225 કિલો એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. મહેશે રાકેશ, દિલીપ અને વિજય મારફતે આ માલ તૈયાર કરાવ્યો હતો.

    અમદાવાદ: વડોદરાના (Vadodara) સાવલી (Drugs seized from Savli) નજીક મોક્ષી ગામમાં ડ્રગ્સ (MD Drugs) બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. જેના પગલે ગુજરાત એટીએસએ (Gujarat ATS) આજે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે કે, ફેક્ટરીમાં દરોડા પાડીને કુલ 225 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    ગુજરાત એટીએસના જણાવ્યા પ્રમાણે, સુરત પોલીસને બાતમી મળી હતી કે, સુરતના બે વેપારીઓ અહીં વેર હાઉસ રાખીને ધંધો કરી રહ્યા છે. જે માહિતી ગુજરાત એટીએસને આપવામાં આવી હતી. જે બાદ તપાસ કરીને બંને આરોપીઓની ઓળખ પણ કરવામાં આવી હતી. વધુ તપાસ બાદ સુરતના મહેશ વૈષ્ણવની અટકાયત કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે અને તેનો વડોદરાનો સાગરિત પિયુષ પટેલ સાવલી તાલુકાનાં એક ગામમાં કંપનીનું બાંધકામ કરાવી રહ્યાં છે. હાલ આ કંપની બંધાઇ રહી છે અને ત્યાં મશીનો પણ મુકવામાં આવ્યા છે. આ ફેક્ટરીમાં આ લોકોએ એમડી ડ્રગ્સનો જથ્થો સંતાળ્યો હતો.

    હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

    તેમણે વધુમાં જણાવ્યુ કે, આ ફેક્ટરીમાં દરોડા પાડીને 225 કિલો એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. મહેશે રાકેશ, દિલીપ અને વિજય મારફતે આ માલ તૈયાર કરાવ્યો હતો. રાકેશ જે મૂળ ગીરસોમનાથ જિલ્લાનો છે અને તેને એમએસસી કેમેસ્ટ્રી કર્યું છે. તે 2011થી મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરતો હતો.



    આ લોકોએ સાથે મળીને ભરૂચની ફેક્ટરીમાં ગત વર્ષે આ જથ્થો બનાવ્યો હતો. રાકેશ અને વિજયે આ લિક્વીડ જથ્થો બનાવ્યો હતો. જે બાદ તેમના અન્ય સાગરિતો અન્ય જગ્યાએ લઇ જઇને આ લિક્વિડને પાવડર ફોમમાં બનાવતા હતા. આ માલ રાજસ્થાન અને મુંબઇ લઇ જવાતો હતો. આ ચાર સાથેના અન્ય લોકોને પણ ઓળખી કાઢવામાં આવ્યાં છે. જેમને શોધવા માટે એસઓજી ભરૂચ, વડોદરા, જામનગરની પણ મદદ લેવામાં આવી છે.



    નોંધનીય છે કે, સુરતના વરાછા ઉતરાણ ખાતે આવેલી માર્વેલ લક્ઝરિયા બિલ્ડિંગનાં 1002 નંબરના ફ્લેટમાં મહેશ વૈષ્ણવનું ઘર આવેલું છે. અઢી વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા. પત્નીને પતિ શું વ્યવસાય કરતા હતા તથા શા કારણે પોલીસ તેમને લઇ ગઇ છે તે અંગે કાંઇ જાણ નથી. નોંધનીય છે કે, ચાર બેડરૂમ હોલ કિચનના આલીશાન ફ્લેટમાં મહેશ વૈષ્ણવ રહેતો હતો. આ આલીશાન ફ્લેટમાં મહેશ વૈષ્ણવ અને તેના પત્ની બે જ રહે છે. મૂળ સૌરાષ્ટ્રના ધોરાજીનો મહેશ વૈષ્ણવ વતની હતો. તેમના પાડોશીના જણાવ્યા પ્રમાણે, મહેશ વૈષ્ણવ સુરતમાં સાડીના કામકાજ સાથે સંકળાયેલો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ડ્રગ્સ, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन