Home /News /madhya-gujarat /વડોદારા: નિર્માણાધીન પાંચ માળની બિલ્ડીંગ ઢળી પડી, બિલ્ડરે કરી સ્પષ્ટતા

વડોદારા: નિર્માણાધીન પાંચ માળની બિલ્ડીંગ ઢળી પડી, બિલ્ડરે કરી સ્પષ્ટતા

વડોદરામાં બિલ્ડીંગ ઢળી પડી

Vadodara News: આ અંગે બિલ્ડર સુરેશ ગળાએ બિલ્ડિંગ તોડવા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, 'અમે આ અંગે કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની મંજૂરી લીધી હતી.

    વડોદરા: શહેરના ભાઈલી વિસ્તારમાં પાંચ માળની ઈમારત ઢળી પડી છે. ઇડન ગાર્ડન નામની સાઇટ પર આ ઘટના ઘટી હતી. આ સાઇટનું 80 ટકા કામ પૂર્ણ થઇ ગયુ હતુ. જે બાદ ઇમારત નમી પડતા બિલ્ડર અને પાલિકાની બેદરકારી અંગે અનેક ચર્ચાઓ થઇ રહી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આ ઇમારત બંધાતી હોવાને કારણે અહીં વધારે લોકો હાજર હતા નહીં. જોકે, આ સમાચાર સામે આવ્યા બાદ બિલ્ડર સુરેશ ગળાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, 'આ બિલ્ડીંગને તોડવાનું કામ ચાલી રહ્યુ છે.'

    આ અંગે બિલ્ડર સુરેશ ગળાએ બિલ્ડિંગ તોડવા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, 'અમે ફાયર બ્રિગેડની મંજૂરી લીધી હતી. અમે આ અંગે કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની મંજૂરી લીધી હતી. અમે ત્રણ દિવસથી બિલ્ડિંગ પાડવાનું કામ ચાલુ કર્યુ હતુ. અહીં નવા પ્રોજેક્ટ બનવાને કારણે આ બિલ્ડીંગ તોડવામાં આવી રહી હતી.'

    આ પણ વાંચો:  ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો

    વડોદરાનાં અન્ય સમાચાર


    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સત્તાધારી પક્ષ ભાજપ હોય કે વિપક્ષ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 12 યાદીઓ જાહેર કરવામાં આવી છે ત્યારે ભાજપ દ્વારા હજુ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી. તેવામાં ભાજપ ગમે તે સમયે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.
    " isDesktop="true" id="1281334" >

    ત્યારે સતત ચર્ચામાં રહેતી વડોદરાની વાઘોડિયા બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ બેઠક પરથી દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડવાને લઇને મોટુ નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે નિવેદન આપ્યું છે કે, હું નહીં તો મારી પત્નીને ચૂંટણી લડાવીશ. તેમણે કહ્યું કે, હું બજરંગબલીની સેવામાં છું. જોકે, આના થોડા સમય બાદ નિવેદન આવ્યું કે, હું તો મજાક કરતો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વડોદરા સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन