વડોદરાનાં યુવકે NRI યુવતીને ફસાવી પડાવ્યાં રુ. 50 લાખ

વડોદરાનાં યુવકે મૂળ ગુજરાતી પરંતુ અમેરિકામાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવીને સોશિયવ મીડિયા પર બ્લેકમેઇલિંગ કરીને વર્ષ 2015થી 2018 દરમિયાન 50 લાખ રૂપિયા પડાવ્યાં હતાં.

News18 Gujarati
Updated: June 8, 2019, 2:30 PM IST
વડોદરાનાં યુવકે NRI યુવતીને ફસાવી પડાવ્યાં રુ. 50 લાખ
આ બંન્નેની ધરપકડ કરવામાં આવી.
News18 Gujarati
Updated: June 8, 2019, 2:30 PM IST
ફરીદખાન પઠાણ, વડોદરા : વડોદરાનાં યુવકે મૂળ ગુજરાતી પરંતુ અમેરિકામાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવીને સોશિયવ મીડિયા પર બ્લેકમેઇલિંગ કરીને વર્ષ 2015થી 2018 દરમિયાન 50 લાખ રૂપિયા પડાવ્યાં હતાં. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે બે યુવાનોને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે પહેલા મિત્રતા કેળવી

આ મામલામાં મળતી માહિતી પ્રમાણે શહેરનાં નાગરવાડા વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ પટેલ પરિવાર સાથે વર્ષોથી અમેરિકામાં મિસિગન ખાતે રહે છે. તેમની પુત્રી જેસિકા હાલમાં એમબીએનો અભ્યાસ કરે છે. જેસિકા તેની બહેનપણી ખુશી સાથે સોશ્યલ મીડિયા પર સંપર્કમાં હતી. ખુશીનાં કારણે તે ચિરાયુ અશ્વિન પટેલનાં સંપર્કમાં આવી. ચિરાયુ પ્રમુખ સાગર ડુપ્લેક્સ,ગોકુલ પાર્ટી પ્લોટ પાસે, વાસણા-ગોત્રી રોડમાં રહે છે. જે બાદ ચિરાયુએ વર્ષ 2015માં જેસિકાને કહ્યું કે મારી માતા બીમાર છે. મને પૈસાની જરૂર છે. જેસિકાએ તેની વાતમાં આવીને તેને 2 લાખ રૂપિયા આપી દીધા હતાં.

'હું તારા પરિવારનું નામ લખીને સ્યુસાઇડ કરીશ'

જે બાદ પણ ચિરાયુએ વારંવાર તેની પાસે રુપિયાને માંગણી કરી હતી. ચિરાયુએ કહ્યું હતું કે હું દેવાદાર થઇ ગયો છું. મારે સ્યુસાઇડ કરવું પડશે. તારૂ અને તારા પરિવારનું નામ ચિઠ્ઠીમાં લખીને તને ફસાવી દઇશ. તેવી ધમકી આપતો હતો. જેનાથી ગભરાઇને જેસિકાએ 3 વર્ષમાં 50 લાખ રુપિયા આપ્યાં હતાં. જે બાદ જેસિકાએ તેના પિતાને જાણ કરતા તેમણે પોલીસ કમિશનરને અરજી કરી હતી. આ અંગે જેસિકાના કાકા બંકીમભાઇ પટેલે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાએ ટીમ મોકલી જેસિકાને બ્લેકમેઇલ કરતા ચિરાયુ તેમજ તેના મિત્ર અક્ષય ઉર્ફિ બિડો ભરતભાઇ પટેલ (રહે.લુહાર વાડો,વસોગામ, નડિયાદ)ની ધરપકડ કરી છે.

જેસિકાને બ્લેકમેઇલ કરનાર ચિરાયુ પટેલ વોટ્સએપ પર ચેટિંગ કરી ધમકી આપતો હતો. પિતાએ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપી ત્યારે આ ચેટિંગની 800 પાનાંની પ્રિન્ટ થઇ હતી.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...