Home /News /madhya-gujarat /

વડોદરાઃ શિક્ષકે એક વર્ષ સુધી વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ, બનાવ્યો વીડિયો

વડોદરાઃ શિક્ષકે એક વર્ષ સુધી વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ, બનાવ્યો વીડિયો

આરોપી શિક્ષક

    ફરીદખાન, ન્યૂઝ18 ગુજરાતી

    રાજ્યમાં મહિલાઓની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે, તેનું ઉદાહરણ આપતી વધુ એક ઘટના વડોદરામાં પ્રકાશમાં આવી છે. અહીં એક ટ્યૂશન ક્લાસીસમાં શિક્ષક વિદ્યાર્થિનીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સમગ્ર ઘટના અંગે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

    શિક્ષક એ ગુરૂ કહેવાય છે. સમાજમાં શિક્ષકનું સ્થાન માતા પિતા તુલ્ય હોય છે. પરંતુ વડોદરામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેને શિક્ષણજગતને હચમચાવી નાંખ્યું છે. વડોદરામાં ટ્યુશન કલાસ ચલાવતાં એક શિક્ષક દ્વારા તેનાં ક્લાસમાં આવતી સગીર વિદ્યાર્થીની પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. 12માં ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની આ સગીરા પર વિનુ કટારીયા નામનો નરાધમ શિક્ષક છેલ્લાં એક વર્ષથી બળાત્કાર ગુજારતો હતો. એટલું જ નહીં તે દરેક વખતે દુષ્કર્મનું તેનાં મોબાઇલમાં રેકોર્ડિંગ પણ કરતો હતો. અને આ જ રેકોર્ડિંગ દ્વારા તે સગીરાને બ્લેકમેઇલ કરી તેનાં પર બળાત્કાર ગુજારતો હતો.

    Teacher Sexual abuse, vadodara
    આરોપી શિક્ષક


    શહેરની એલેમ્બિક સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો આરોપી શિક્ષક અટલાદરા વિસ્તારમાં 'જય ક્લાસીસ' નામે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો અને ભોગ બનનાર સગીરા પણ તે જ ક્લાસમાં ટ્યુશન કરવા આવતી હતી. આ દરમ્યાન હવસખોર શિક્ષકે સગીરા સાથે સંબંધ બાંધી તેની પર બળાત્કાર કર્યો હતો. આ મામલે ભોગ બનનાર સગીરાની માતા દ્વારા વડોદરાનાં માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

    દુષ્કર્મના આરોપીની માંજલપુર પોલીસે અટકાયત કરી છે. તપાસ બાદ ધરપકડ કરશે પોલીસે દુસ્કર્મ ના પુરાવાઓ સહીત પીડિતાનું મેડિકલ ચકાસણી કરવામાં આવશે. વડોદરામાં અનગઢ ગામમાં એક તબીબ ધ્વરા મહિલાઓનું શારીરિક શોષણની ઘટના સમગ્ર મધ્ય ગુજરાતમાં ચકચાર મચાવી હતી ત્યારે ફરી એક વાર સમાજ માં મોભાનું સ્થાન ધરાવતા અને સમાજનું ઘડતર કરનારા શિક્ષક ના આ નરાધમ કૃત્ય એ ચોમેરે ફિટકાર વરસાવ્યો છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Vadodara, છાત્રા

    આગામી સમાચાર