ન્યૂઝ18 ગુજરાતી : વડોદરામાં તબીબ અને મેડિકલ રિપ્રેઝન્ટેટીવ યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બાદ લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધાયો હતો. જે બાદ યુવતીને ગર્ભ રહી જતા ઘણી સમજાવટ અને આગ્રહ બાદ ડૉક્ટરે લગ્ન કર્યાં હતાં. પરંતુ ડૉક્ટરનાં માતા પિતાએ યુવતીને પૂત્રવધૂ તરીકે સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
ડૉક્ટર પારૂલ મેડિકલ કોલેજમાં લેક્ચરર છે
આ મામલે વિસ્તૃતમાં વાત કરીએ તો તબીબ સિદ્ધાર્થ રોય અને એમઆર યુવતી વચ્ચે વર્ષ એપ્રિલ 2017માં પરિચય થયો હતો. ડૉ.સિધ્ધાર્થ રોય હાલમાં પારૂલ મેડિકલ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી કરી રહ્યો છે. યુવતીને લગ્નની લાલચ આપીને તબીબ અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ રાખતો હતો. જે બાદ યુવતીનાં ઘણાં દબાણ અને આગ્રહ પછી 2018માં તેમણે લગ્ન કર્યાં હતાં. પરંતુ તેના માતા પિતા સંમત ન થતા યુવતીને ઘરે લઇ જતો ન હતો. આ અંગે મારા માતા પિતા પણ સાસુ સસરાને ઘણીવાર મળ્યાં હતાં.
આખરે કંટાળીને યુવતી વર્ષ 2019નાં માર્ચ મહિનામાં કપડા લઇને સિદ્ધાર્થને ઘરે ગઇ હતી. તો તેના માતાપિતાએ મને જોઇને દરવાજો ખોલ્યો ન હતો. કહ્યું હતું કે અમે તને ઓળખતા નથી. યુવતી બહાર બેઠી હતી ત્યારે તેના માતાપિતા ઘરમાં તાળુ મારીને મારા ઘરે ગયા હતા અને 10 લાખ રૂપિયા અને સોનાની ચેઇન માંગી હતી. તબીબે પણ યુવતીને ફોન પર ધમકી આપી હતી કે તારા બધા ફોટા અને વીડિયો વાઇરલ કરી દઇશ. જે બાદ મહિલાએ પતિ અને માતાપિતા સામે ફરિયાદ નોંધાવી છે.
શારીરિક સંબંધને કારણે ગર્ભ પણ રહી ગયો હતો
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે સિદ્ધાર્થ સાથેનાં સંબંધમાં તેને ગર્ભ રહી ગયો હતો. તેની જાણ થતાં તેણે કહ્યું હતું કે આપણે લગ્ન પછી સંતાનનું પ્લાનિંગ કરીશું. અત્યારે ગર્ભ પડાવી દે. તેણે મને ગર્ભ ન રહે તેવી ગોળી પણ આપી હતી પરંતુ તેનાથી કંઇ થયું ન હતું. જે બાદ ડભોઇરોડ પાસે આવેલી અક્ષર પ્રસુતિ ગ્રૂહમાં લઇ જઇને ગર્ભપાત કરાવ્યો હતો. ત્યાં તેણે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ અમે લગ્ન કરી લઇશું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર