વડોદરાઃ તસ્કરો બેંક ઓફ બરોડાના ATMનું કેશ બોક્સ કાપીને લઈ ગયા!

News18 Gujarati
Updated: January 15, 2018, 9:17 AM IST
વડોદરાઃ તસ્કરો બેંક ઓફ બરોડાના ATMનું કેશ બોક્સ કાપીને લઈ ગયા!
પ્રતિકાત્મક તસવીર

ચોરોએ તેમની સામે પૂરવાનો નાશ કરતા એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવી તોડી નાખ્યા હતા. 

  • Share this:
વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલા બેંક ઓફ બરોડાના ATMને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. અહીં વેકસીન ગ્રાઉન્ડ સામે આવેલા બેંક ઓફ બરોડા બેંકના ATMમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો બેંકના એટીએમનું આખે આખે કેશ બોક્સ જ ઉઠાવી ગયા હતા.

તસ્કરોએ ચોરી કરવા માટે એટીએમનનું શટર બંધ કરી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે ગત 11મી જાન્યુારીના રોજ એજન્સી દ્વારા બેંકના એટીએમમાં રૂ. 21 લાખ કેશ મૂકવામાં આી હતી.

જોકે, હાલમાં એટીએમમાંથી કેટલી રકમની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી. ચોરોએ તેમની સામે પૂરવાનો નાશ કરતા એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવી તોડી નાખ્યા હતા.  બાદમાં ચોરીને અંજામ આપ્યો હતો.
First published: January 15, 2018, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading