વડોદરા : પ્રેમીએ ત્રણ વખત ગળું દબાવ્યું, બચી જતાં ફાંસો આપી મારી નાખી

News18 Gujarati
Updated: April 26, 2019, 1:06 PM IST
વડોદરા : પ્રેમીએ ત્રણ વખત ગળું દબાવ્યું, બચી જતાં ફાંસો આપી મારી નાખી
પ્રાચી, વસીમ

પ્રાચીને 2015ના વર્ષમાં તેના જૂનિયર વસીમ ઉર્ફે અરહાન સિકંદન નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

  • Share this:
વડોદરા : વડોદરાના ચકચારી પ્રાચી મૌર્ય હત્યા કેસને પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને હત્યાના ગુનામાં એક યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસના કહેવા પ્રમાણે યુવતીએ બ્રેકઅપ કરી લીધા બાદ યુવક રઘવાયો થયો હતો અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. આવેશમાં આવીને દોઢ કલાકની અંદર ત્રણ વખત ગળું દબાવવા છતાં પ્રેમિકા બચી જતાં પ્રેમીએ ચોથી વખત તેને દુપટ્ટાથી ફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ગુરુવારે સવારે જૂના પાદરા રોડ પરથી એક યુવતીની લાશ મળી હતી. આ લાશ ઓર્ચિંડ બંગલોમાં રહેતી 25 વર્ષની પ્રાચી યુવરાજ મૌર્યની હોવાનું ખુલ્યું હતું. તપાસ બાદ માલુમ પડ્યું હતું કે પ્રાચીને 2015ના વર્ષમાં તેના જૂનિયર વસીમ ઉર્ફે અરહાન સિકંદન નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, છેલ્લા થોડા દિવસોથી પ્રાચીએ વસીમ સાથેનો પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો.બંનેના સંબંધોમાં આવી હતી તિરાડ

2015 પછી પ્રાંચી અને વસીમ એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. આ દરમિયાન વસીમને માલુમ પડ્યું હતું કે પ્રાંચી મોડે સુધી ઓનલાઇન રહે છે, અને તે કોઈ અન્ય યુવક સાથે સંપર્કમાં છે. આ વાતને લઈને બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. જે બાદમાં પ્રાચીએ વસીમને બ્લોક કરી દીધો હતો.

સમયજતાં પ્રાચીએ એક સ્ટુડિયોમાં ડ્રામા આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. અહીં પ્રાચીને અંકિત નામના યુવક સાથે પચિચય થયો હતો. બંને સારા મિત્રો બની ગયા હતા. આ વાતની ખબર જ્યારે વસીમને પડી ત્યારે તે ગુસ્સે ભરાયો હતો અને તેણે મનોમન પ્રાચીને પતાવી દેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
Loading...

ડ્રામામાં ભાગ લઈને પરત આવી રહી હતી પ્રાચી

હત્યાની આગલી રાત્રે પ્રાંચી એક ડ્રામામાં ભાગ લઈને વડોદરા પરત ફરી હતી. પરત આવ્યા બાદ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અંકિત તેને લેવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન વસીમ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને બંને સાથે બબાલ કરી હતી. આ દરમિયાન અંકિત ત્યાંથી જતો રહ્યો હતો જે બાદમાં પ્રાચી અને વસીમ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન વસીમે પ્રાચીનું ગળું દબાવી દીધું હતું.ત્રણ વખત ગળું દબાવ્યા બાદ જીવતી હતી પ્રાચી

ગળું દબાવ્યા બાદ પ્રાચી બેભાન બની ગઈ હતી. કોઈ જોઈ જશે તેવી શંકાએ વસીમ આસપાસ ફરવા લાગ્યો હતો. બાદમાં બીજી વખત તેણે ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક કાર ત્યાં આવી જતાં તે દૂર ચાલ્યો ગયો હતો. બાદમાં તેણે ત્રીજી વખત ત્યાં આવીને પ્રાચીનું ગળું દબાવી દીધું હતું. ત્રણ વખત ગળું દબાવ્યા બાદ તે ઘરે જવા માટે નીકળો ગયો હતો પરંતુ પ્રાચી પાસેનો મોબાઇલ લેવા માટે તે પરત આવ્યો હતો. આ દરમિયાન તેને માલુમ પડ્યું હતું કે પ્રાચી કણસી રહી છે, તો તેણે દુપટ્ટાથી ફાંસો આપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

વસીમને ટ્યૂશન આપતી હતી પ્રાચી

પ્રાચી અને વસીમ પારુલ યુનિવર્સિટીમાં ડિપ્લોમાં ઈસીનો અભ્યાસ કરતા હતા. આ દરમિયાન પ્રાચીની મુલાકાત વસીમ સાથે થઈ હતી. અભ્યાસ દરમિયાન વસીમને બેકલોગ આવતા પ્રાચીએ તેને ટ્યૂશન આપવાનું શરૂ કર્યું હતું. આ માટે વસીમ પ્રાચીના ઘરે જ આવી જતો હતો. ઘરે કોઈ ન હોવાથી બંનેને એકલતાનો લાભ મળતો હતો.
First published: April 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...