Home /News /madhya-gujarat /Vadodara-Ahmedabad વચ્ચેની Volvo બસ સેવા વડોદરામાં અક્ષરચોક-નિલામ્બરથી ઉપડશે

Vadodara-Ahmedabad વચ્ચેની Volvo બસ સેવા વડોદરામાં અક્ષરચોક-નિલામ્બરથી ઉપડશે

X
પબ્લિક

પબ્લિક તથા પ્રાઇવેટ બસમાં નોન એસી બસ સાઓ (75 ટકા ક્ષમતા સાથે) ઉભા રહેવાની પરવાનગી નથી જ્યારે એસી બસ 75 ટકા ક્ષમતા સાથે દોડશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ રહેશે.

Vadodara News : વડોદરાથી અમદાવાદ જવા માંગતા અને અમદાવાદ-વડોદરા આવતા વોલ્વોના મુસાફરો માટે સારા સમાચાર, જાણો આ બંને રૂટ પરથી કેટલા વાગ્યે બસ મળશે અને પરત અમદાવાદથી કેટલા વાગ્યે બસ આવશે

લોકોને રાજ્ય સરકારની GSRTC વોલ્વો (GSRTC Volvo) બસનો પોતાના વિસ્તાર નજીકથી લાભ મળી રહે તે માટે વડોદરાના (Vadodara) જુના પાદરા (Old Padra Road) રોડના અક્ષર ચોક ખાતેથી હવે વોલ્વો બસો ઉપાડવામાં આવશે. અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલેના નિરંતર પ્રયાસોથી તારીખ 13-08-2021ના રોજ થી વડોદરા-અમદાવાદ (Vadodara-Ahmedabad)  વોલ્વો બસ સેવાના બોર્ડિંગ પોઇન્ટમાં અક્ષર ચોક તથા નીલાંબર ચાર રસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બુકીંગ સેવાનો લાભ ઓનલાઈન https://gsrtc.in/site/  પરથી તથા સ્થળ પર બુકીંગ કરી શકાશે. વડોદરા-અમદાવાદ વોલ્વો બસ સેવાની શરૂઆત તારીખ 13-08-2021ના રોજ સવારે 7.00 વાગ્યે રાજય કક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવી. હાલના સમય પૂરતું કુલ 2 જેટલી GSRTC વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ રાખી છે. સમય જતા બસોની સંખ્યા વધારવામાં આવશે.

નોંધ:  બસ સેવાનો સમય

સવારે 8.00 કલાકે અક્ષરચોક થી અમદાવાદ
સાંજે: 18.00 કલાકે અમદાવાદ થી અક્ષરચોક
સવારે 7.30 કલાકે નિલામ્બર (ગોત્રી) થી અમદાવાદ
સાંજે: 19.30 કલાકે અમદાવાદ થી  નિલામ્બર (ગોત્રી)

વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય ખાતે ઉર્જા 2021નું આયોજન 

શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય ખાતે ઉર્જા 2021નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન તારીખ 13-14 એમ બે દિવસનું રાખેલ છે. આ એક્ઝિબિશન ખાસ કલાકારો માટે આયોજિત કરવામાં આવ્યું છે. કોરોનાકાળ દરમિયાન કલાકરોને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તે હેતુથી તેમના માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ એક્ઝિબિશનમાં હસ્તકલાનો ઉપયોગ કરીને જે વસ્તુઓ બનાવવામાં આવી છે, તેનું મહત્વ વધારે રહેલું છે. અહીંયા આખા દેશમાંથી કલાકારોએ ભાગ લીધો છે. તેમાં વર્ષો જુના કલાકરો જેમકે વારાણસી અને બનારસથી પણ કલાકરો આવેલ છે. તેઓ તેમના શહેરની ખાસિયત જેમકે સાડી, બટવો, કુર્તી, જવેલરી, કડા, વગેરે હસ્તકલાના માધ્યમથી બનાવેલ છે.

નોંધનીય બાબત એ છે કે, ઉર્જા 2021નું આયોજન વડોદરા શહેરના મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા કરવામાં આવેલ છે. આ એક્ઝિબિશન કરવા પાછળનો મુખ્ય ઉદેશ્ય એમનો એ છે કે, એક્ઝીબીશનમાંથી જેટલુ પ્રાપ્ત થશે એ બધું જ પિન્ક લાઈન પ્રોજેક્ટમાં વાપરવામાં આવશે. પિન્ક લાઈન પ્રોજેક્ટ એ શહેરની મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલ છે. પિન્ક લાઈન પ્રોજેક્ટ એ મહિલાઓની સુરક્ષા હેતુ, તદુપરાંત મહિલાઓને પરિવહનમાં મુશ્કેલી ના પડે, મહિલાઓ ડ્રાઇવિંગ શીખે- મહિલા ડ્રાઇવિંગ કોર્ષ શરૂ કરી શકે.. આ હેતુસર મહારાણી રાધિકારાજે ગાયકવાડે આ એક્ઝિબિશનનું ખાસ આયોજન કરેલ છે.
First published:

Tags: GSRTC, Vadodara, અમદાવાદ