એક્સપ્રેસ વે કરતાં વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે બન્યો વધુ મોંઘો, કર્યો ટોલ ફીમાં વધારો

આ વધારો ગઇકાલ એટલે શુક્રવારથી જ અમલી થયો છે.

News18 Gujarati
Updated: May 18, 2019, 10:23 AM IST
એક્સપ્રેસ વે કરતાં વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે બન્યો વધુ મોંઘો, કર્યો ટોલ ફીમાં વધારો
આ વધારો ગઇકાલ એટલે શુક્રવારથી જ અમલી થયો છે.
News18 Gujarati
Updated: May 18, 2019, 10:23 AM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદ : વડોદરા–અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ગઇકાલ એટલે શુક્રવારથી જ અમલી થયો છે. જેના કારણે હવે નેશનલ હાઇવે પરની મુસાફરી વડોદરા–અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ વે કરતાં વધારે મોંઘી થઇ ગઇ છે.

આ પણ વાંચો: 18 વર્ષ જૂના કેસનો થયો પર્દાફાશ, બે સાઢુંએ મળી બે બહેનોની કરી હતી હત્યા

વડોદરા નેશનલ હાઇવે પર મોટરકાર ટોલ ફી 110 થી વધીને 120 રૂપિયા કરવામાં આવી જ્યારે એલસીવી ફી 175થી વધીને 185 રૂપિયા,  બસ-ટ્રકનો ટોલ ટેક્સ 385 કરવામાં આવી છે.

આઇઆરબી અમદાવાદ–વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ટોલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વડોદરાથી નેશનલ હાઇવે ઉપર વાહન લઇને જતાં વાહન ચાલકોને ટોલ વધારે ચૂકવવો પડશે. ત્યારે વડોદરા–અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલમાં કોઇ ફી વધારો કરાયો નથી. એક્સપ્રેસ વે પર મોટરકારની ટોલ ફી 110 રૂ., એલસીવીની ફી રૂ.175 અને બસ અને ટ્રકની ફી રૂ.365 છે.

આ પણ વાંચો: પતિ-પત્ની અને વોનો કિસ્સો આવ્યો સામેઃ પત્નીએ પતિ પર મુક્યા ગંભીર આરોપ

નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોને પણ ટોલ ફીમાં 20 રૂપિયા વધારે ચૂકવવી પડતી હોવાથી ટ્રકનો ટ્રાફિક એક્સપ્રેસ વે પર વધુ જોવા મળે છે. નોંધનીય છે કે 1લી એપ્રિલથી વડોદરા–અમદાવાદ એક્સપ્રેસ વે ખાતેથી ટોલ ફીમાં વધારો અમલી બન્યો હતો.
First published: May 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...