અપડાઉન કરો છો? તો જાણી લો, વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક મહિના સુધી દર રવિવારે રદ

News18 Gujarati
Updated: December 12, 2019, 9:19 AM IST
અપડાઉન કરો છો? તો જાણી લો, વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક મહિના સુધી દર રવિવારે રદ
પ્રતિકાત્મક તસવીર

લાખો લોકો વડોદરાથી અમદાવાદ અપડાઉન કરતા હોય છે ત્યારે કોઇપણ ટ્રેન થોડી પણ મોડી પડે તો આખા દિવસનું શિડ્યુલ ખોરવાઇ જાય છે.

  • Share this:
વડોદરા : લાખો લોકો વડોદરાથી અમદાવાદ અપડાઉન કરતા હોય છે ત્યારે કોઇપણ ટ્રેન થોડી પણ મોડી પડે તો આખા દિવસનું શિડ્યુલ ખોરવાઇ જાય છે. ત્યારે અપડાઉન કરનારા લોકો માટે અહીં મહત્વનાં સમાચાર છે. વડોદરા યાર્ડમાં સમારકામના લીધે તા.11મી ડિસેમ્બરનાં રોજથી એક મહિનો સુધી અને વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી (બન્ને તરફ) 10મી જાન્યુઆરી સુધી તથા દર રવિવારે રદ રહેશે. જયારે વડોદરા-આણંદ મેમુ (બન્ને તરફ) રદ રહેશે. આ સાથે આણંદ-ડાકોર મેમુ (બન્ને તરફ) એક મહિના સુધી રદ રહેશે.

વડોદરા ડિવિઝનમાં સમારકામના લીધે તેમજ કોટા-નાગદામાં બ્રિજનાં ગડર બદલવાની કામગીરીના કારણે ટ્રેન વ્યવહારને અસર થશે. જેના કારણે આ ત્રણેવ ટ્રેનો વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી, વડોદરા-આણંદ મેમુ, આણંદ-ડાકોર મેમુ રદ રહેશે.

આ પણ વાંચો : અમદાવાદ : ATMમાં ચેડાં કરીને 3.91 કરોડ રૂ.ની ઉચાપત કરી, પાંચ કર્મીઓ ફરાર

આ ઉપરાંત પશ્ચિમ મધ્ય રેલવેમાં કોટા-નાગદાના બ્રિજના સમારકામના લીધે 13 ડિસેમ્બરથી એટલે આવતી કાલથી 3 જાન્યુઆરી સુધી તથા દર શુક્રવારે સવારે સાડા આઠથી બપોરે દોઢ સુધી આને બ્લોક લેવામાં આવશે. જેના લીધેકોટા-વડોદરા પેસેન્જર ટ્રેન તા. 13, તા.20 અને તા.27મી ડિસેમ્બર સુધી અને તા.3 જાન્યુઆરીએ રદ રહેશે. જયારે વડોદરા-કોટા પેસેન્જર તા.14, 21 અને 28મી ડિસેમ્બરનાં તેમજ તારીખ 4 જાન્યુઆરીનાં રોજ રદ રહેશે.

આ વીડિયો પણ જુઓ : 
First published: December 12, 2019, 9:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading