Home /News /madhya-gujarat /

Vadodara: 15 થી 18 વર્ષની ઉંમરના કિશોરોને રસી મૂકવામાં આવશે, ચાર દિવસમાં મોટાભાગની કામગીરી પૂરી કરવાનું લક્ષ્ય

Vadodara: 15 થી 18 વર્ષની ઉંમરના કિશોરોને રસી મૂકવામાં આવશે, ચાર દિવસમાં મોટાભાગની કામગીરી પૂરી કરવાનું લક્ષ્ય

વડોદરાના 1.5 લાખ જેટલા કિશોરોના ઝડપી રસીકરણની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે

આરોગ્ય તંત્ર દ્વારા નવી સૂચના પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની રસી મેળવવાને પાત્ર કિશોરોના ઝડપી રસીકરણની વ્યવસ્થાઓ કરવ?

    વડોદરા: આરોગ્ય તંત્ર દ્વારા નવી સૂચના પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની રસી મેળવવાને પાત્ર કિશોરોના ઝડપી રસીકરણની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તા. 31/12/2007ની કટ ઓફ ડેટ પહેલા જન્મેલા 15 થી 18 વર્ષની ઉંમરના કિશોરોને રસી મૂકવામાં આવશે. શાળા/ કોલેજોમાં આ લોકોને રસી મૂકવાને અગ્રતા અપાશે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના રસી લેવાને પાત્ર અંદાજે 1.5 લાખ જેટલા કિશોરોના ઝડપી રસીકરણની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે

    તેમ છતાં, નજીકના સ્થળે રસી મુકાવી શકે તે માટે સરકારી આરોગ્ય કેન્દ્રો, વોર્ડ ઓફિસ જેવા સ્થળોએ પણ રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવશે. હાલમાં લક્ષિત કિશોરોને મોટે ભાગે ચાર દિવસમાં રસી આપી દેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
    કલેકટર કચેરીના વિડિઓ કોન્ફરન્સ રૂમમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ,અગ્ર સચિવ તેમજ રાજ્ય આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કિશોર રસીકરણ અભિયાન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.

    આ બેઠકમાં શહેર જિલ્લામાં કોવિડ/ ઓમીક્રોન કેસોની સંખ્યા, બહારથી આવતા પ્રવાસીઓની ચકાસણી, રૂટિન રસીકરણ, હોસ્પિટલ અને બેડ્સની પરિસ્થિતિ જેવી ચર્ચા કરવાની સાથે શિક્ષણ વિભાગના સહયોગ અંગે સંવાદ થયો હતો.વાલીઓ કિશોર રસીકરણની અગત્યતા સમજીને પૂરતો સહયોગ આપે તેવો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર આર.બી.બારડે જણાવ્યું કે, આ ઉંમરના કિશોરો મોટેભાગે શાળા કોલેજમાં ઉપસ્થિત હોય તો ત્યાં જ રસી આપવાને અગ્રતા અપાશે. રસીકરણ કેન્દ્રોની યાદી બનાવવામાં આવશે. વાલીઓનો સંપર્ક કરવામાં આવશે.

    આ પણ વાંચો: corona effect: 31 ડિસેમ્બરની ઉજવણી કરતા દિવ જતાં પહેલા આ ચોક્કસ વાંચી લો, નહીં તો પસ્તાશો

    આ બેઠકમાં કોરોના અને ઓમીક્રોનના કેસોની સંખ્યા, ઉચિત ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ટેસ્ટિંગ, સારવાર સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર એ જણાવ્યું કે, વિશેષ ટીમો બનાવી કન્ટેન્ટમેન્ટ ઝોનની જોગવાઈઓનું સચોટ પાલન, સંક્રમણની અટકાયત અને સંક્રમિત જણાયેલ લોકોની સારવાર શરૂ કરાવવા જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિ કોરોના વિષયક તમામ તકેદારીઓ પાળીને સહયોગ આપે તે જરૂરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vaccination, Vadodara City, વડોદરા

    આગામી સમાચાર