વડોદરામાં જમીન દફતર વિભાગના સર્વેયર લાંચ લેતા ઝડપાયા

Parthesh Nair | Pradesh18
Updated: February 7, 2016, 2:32 PM IST
વડોદરામાં જમીન દફતર વિભાગના સર્વેયર લાંચ લેતા ઝડપાયા
વડોદરા# વડોદરા એસીબીની ટીમે છટકુ ગોઠવી જમીન દફતર વિભાગના સર્વેયરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો.

વડોદરા# વડોદરા એસીબીની ટીમે છટકુ ગોઠવી જમીન દફતર વિભાગના સર્વેયરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો.

  • Pradesh18
  • Last Updated: February 7, 2016, 2:32 PM IST
  • Share this:
વડોદરા# વડોદરા એસીબીની ટીમે છટકુ ગોઠવી જમીન દફતર વિભાગના સર્વેયરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. કુબેર ભવન ખાતે આવેલી ઓફિસમાં જમીન દફતર વિભાગમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા સુરેશ નાથાભાઈ પટેલે સુરતના ફરીયાદી સુરેશ છગન દલસામીયા પાસેથી રેતીની લીઝની માપણી માટે જગ્યા બતાવવા માટે એક લાખની લાંચ માંગી હતી.

ફરીયાદીને લાંચની રકમ આપવી ન હતી જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક સાંધ્યો હતો. ફરીયાદી પાસે એક લાખ રૂપિયા ન હોવાના કારણે 50 હજારમાં લાંચની રકમ નકકી કરવામાં આવી હતી. 50 હજાર પેટે ફરીયાદીએ લાંચ માગનાર સુરેશ પટેલને 5 હજાર ચૂકવી દીધા હતા અને 45 હજારની ચુકવણી માટે છાણી વિસ્તારમાં આવેલી રામાકાકા ડેરી પાસે ફરીયાદીને બોલાવવામાં આવ્યો હતો.

જેથી ફરીયાદીએ એસીબીને જાણ કરતા વડોદરા એસીબીની ટીમે છટકુ ગોઠવી સર્વેયર સુરેશ પટેલને રંગેહાથ લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડયો હતો. લોકોની જાગૃતતા અને એસીબીની કામગીરીના કારણે લાંચીયા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. એસીબીએ આરોપી સુરેશ પટેલને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: February 7, 2016, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading