વડોદરાઃ લાલબાગ સ્વિમિંગ પૂલમાં 10 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત

News18 Gujarati
Updated: April 16, 2018, 9:49 PM IST
વડોદરાઃ લાલબાગ સ્વિમિંગ પૂલમાં 10 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત
વડોદરાઃ લાલબાગ સ્વિમિંગ પૂલમાં 10 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત.
News18 Gujarati
Updated: April 16, 2018, 9:49 PM IST
વડોદરાઃ લાલબાગ સ્વિમિંગ પૂલમાં એક 10 વર્ષીય બાળકના ડૂબવાની ઘટના બની છે. લાલબાગ સ્વિમિંગ પૂલ મનપા સંચાલિત છે. કોઇ સુરક્ષા ગાર્ડ ન હોવાને કારણે આવી દુઃખદ ઘટના ઘટી છે.

મળતી માહિતી મુજબ, વડોદરામાં આવેલા મનપા સંચાલિત લાલબાગ સ્વિમિંગ પૂલમાં આજે એક 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસ બાળકની ઓળખ માટે તપાસ કરી રહી છે. બાળકના ડૂબવા પાછળ અનેક સવાલો ઊભા થયા છે. ચાલુ સ્વિમિંગ પૂલ જો આ ઘટના બની હોય તો ત્યાં સુરક્ષા ગાર્ડ ન હતો? જાણકાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સ્વિમિંગ પૂલ બંધ થયા પછી બાળક ડૂબી ગયો હતો. તો સવાલ એ થાય છે કે સ્વિમિંગ પૂલ બંધ થયા પછી બાળક અંદર કેવી રીતે આવ્યો. ત્યાં કોઈ સિક્યોરિટી ન હતી ? પોલીસ પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળ વધુ કાર્યવાહી કરશે. વધુ માહિતી જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर