Home /News /madhya-gujarat /વડોદરા: લગ્નના 9 વર્ષ સુધી ડોક્ટરે પત્નીને ન આપ્યું શારીરિક સુખ, આખરે પતિ સ્ત્રી હોવાનું ખુલ્યું

વડોદરા: લગ્નના 9 વર્ષ સુધી ડોક્ટરે પત્નીને ન આપ્યું શારીરિક સુખ, આખરે પતિ સ્ત્રી હોવાનું ખુલ્યું

આ મહિલા પુરુષ બની વડોદરાની મહિલા સાથે છેલ્લા નવ વર્ષથી રહે છે

Vadodara News: આ મહિલા પુરુષ બની વડોદરાની મહિલા સાથે છેલ્લા નવ વર્ષથી રહે છે, ક્યારેય નહીં સાંભળી હોય આવી ઘટના

    અંકિત ઘોનસીલકર, વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ લગ્નજીવનના 9માં વર્ષે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરતાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાગ્યે જ સામે આવતી આવી ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મહિલાના આક્ષેપ પ્રમાણે તેનો પતિ પુરુષ નહીં પરંતુ સ્ત્રી છે. આ મહિલા પુરુષ બની વડોદરાની મહિલા સાથે છેલ્લા નવ વર્ષથી રહે છે. જાણીએ આ સમગ્ર મામલો...

    શહેરમાં રહેતી એક મહિલા મેટ્રોમોનિયલ સાઈટના માધ્યમથી પોતાના બીજા લગ્ન જીવન માટે સાથી શોધી રહી હતી અને ત્યારે જ ડોક્ટર વિજેતા નામના દિલ્હીમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા એક યુવકની માહિતી તેમના ધ્યાને આવી હતી. તેમણે પોતાના નવા લગ્ન જીવન માટે આ વ્યક્તિ અને તેના પરિજનોનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં મનમેળ નહીં થતાં વાત આગળ નહીં વધારવાનું ફરિયાદી મહિલાએ નક્કી કર્યું હતું. જોકે, ફરિયાદી મહિલાના આ બીજા લગ્ન હોવાથી અને પહેલા લગ્નજીવનથી થયેલા બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રભુતામાં પગલાં પડવાનું નક્કી કર્યું હતું.

    લગ્ન થતાં પ્રથમ રાત્રે જ મહિલા અને તેના પતિ ડોક્ટર વિજેતા વચ્ચે પતિ પત્ની જેવા કોઇ સંબંધો બંધાયો નહોતો. આમ ડોક્ટર પતિ ફરિયાદી મહિલાને શારીરિક સુખ આપવાથી અળગા રહેતા હતા. જે બાદ અનેક વાર કકળાટ થતાં અને પતિના અજુગતા વર્તન બાદ ચોંકવનારી હકિકત સામે આવી હતી. આખરે ડોક્ટર વિજેતાએ સ્વીકાર્યું હતું કે તે સ્ત્રી છે. આરોપીએ પોતે કેન્દ્ર સરકારના એક પૂર્વ મંત્રીનો નાજાયજ દીકરો હોવાની ઓળખ આપી હતી. એક મહિલાએ બીજી મહિલા સાથે પોતે પુરુષ હોવાની કહી લગ્ન કરી છેતરપિંડી તથા અનૈતિક સંબંધો રાખવા માટેના દબાણ કરવા બાબતે શહેરના ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો

    જોકે, સમગ્ર મામલે મૂળ દિલ્હીના અને ફરિયાદી મહિલાના પતિ તરીકે લગ્ન કરેલ મહિલાએ ફરિયાદીના બધા આક્ષેપો ખોટા ગણાવતાં કહ્યું હતું કે, મારી સ્ત્રી હોવાની વાસ્તવિકતા લગ્ન પહેલા જ મેં મારી પત્નીને જણાવી હતી પરંતુ તેણે મારી સાથે લાગણીના સંબંધો જોડાયા હોવાની વાત સ્વીકારી અને મારા જેન્ડર રિએસાઇમેન્ટની સર્જરી માટે સહમત થઈ લગ્ન કર્યા હોવાની વાત કહી હતી. સાથે જ જણાવ્યું કે, મારી પત્નીને વડોદરાના ભાયલી વિસ્તારમાં મકાન અપાવ્યા હોવાનું પણ કહ્યું હતું. 90 લાખની લોનના આક્ષેપ બાબતે આરોપી મહિલાએ સમગ્ર લોન દિલ્હીમાં જોઈન્ટ એકાઉન્ટમાં લીધી હોવાનું કહ્યું હતું.

    આ ફરિયાદ મામલે વડોદરાના ડીસીપી અભય સોનીએ કહ્યું કે, સમગ્ર મામલામાં પીડિત મહિલાએ લખાવેલી ફરિયાદ મુજબ અમે તપાસ કરી રહ્યા છે. જેમાં દિલ્હીની મહિલાએ પોતે પુરુષ હોવાની વાત કરી આ મહિલા સાથે છેતરપિંડી કરી લગ્ન કર્યા હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે. ઉપરાંત તે પોતે કોલકતામાં જેન્ડર રિએસેસમેન્ટની સર્જરી કરાવવા ગયા હોવાનો પણ પ્રાથમિક તબક્કે જણાયું છે ત્યારે આમ પોતે મહિલા હોય પુરુષ તરીકે બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવાની છેતરપિંડીના મામલામાં ફરિયાદ નોંધી અમે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, જેન્ડર રિએસાઇમેન્ટની સર્જરીની પ્રક્રિયા કોલકાતામાં વાસ્તવિકતામાં થઈ છે કે કેમ અને થઈ છે તો કયા ડોક્ટર પાસે આ સારવાર અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે તે દિશામાં વડોદરા પોલીસ કલકત્તા સુધી પણ તપાસ કરશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन