Home /News /madhya-gujarat /વડોદરામાં પકડાયેલા 500 કરોડના ડ્રગ મામલે વધુ 121 કરોડનું એમડી ડ્રગ કબ્જે કરવામાં આવ્યું
વડોદરામાં પકડાયેલા 500 કરોડના ડ્રગ મામલે વધુ 121 કરોડનું એમડી ડ્રગ કબ્જે કરવામાં આવ્યું
આરોપી સૌમિલ પાઠકની ધરપકડ
Vadodara Drugs Case: વડોદરાના સિંઘરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીની તપાસમાં એક અઠવાડીયામાં સતત બે વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યુ છે. ફેક્ટરીમાં તૈયાર થયેલુ ડ્રગ્સ દુબઈ પહોંચે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યુ છે. આ સાથે જ દ્વારા અગાઉ પ્રાથમિક ધોરણે તૈયાર કરેલી લેબોરેટ્રીનો સામાન પણ કબ્જે કરવામાં આવ્યો છે.
વડોદરા: વડોદરાના સિંઘરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીની તપાસમાં એક અઠવાડિયામાં સતત બે વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યુ છે. ફેક્ટરીમાં તૈયાર થયેલુ ડ્રગ્સ દુબઈ પહોંચે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યુ છે. આ સાથે જ દ્વારા અગાઉ પ્રાથમિક ધોરણે તૈયાર કરેલી લેબોરેટ્રીનો સામાન પણ કબ્જે કરવામાં આવ્યો છે. જેથી પોલીસને શંકા છે કે, આરોપી અન્ય એક ફેક્ટરી શરૂ કરવાની ફિરાકમાં હતા. પરંતુ તે પહેલા જ પોલીસે 121.40 કરોડનુ 24.280 કિલોગ્રામ ડ્રગ્સ અને 100 કિલો મટીરિયલ કબ્જે કર્યુ છે.
વડોદરા જિલ્લાના સિંઘરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફક્ટરી કેસમાં ફરી એક વખત તૈયાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અગાઉ ઝડપાયેલા આરોપી શૈલેષ કટારીયાના ઘરે તપાસ કરતા 121.40 કરોડની કિમતનો 24.280 કિલો જથ્થો કબ્જે કર્યો હતો. જે તથ્થો આ ગુનાના ફરાર આરોપી મારફતે દુબઈ મોકલવાનો હોવાનો ખુલાસો થયો છે. આ અગાઉ ભરત ચાવડા પાસેથી 1.770 કિલો કે જેની કિમંત 8.85 કરોડ થાય છે, તે કબ્જે કર્યુ હતુ. એટલે કે એક અઠવાડીયામાં બે મોટા ડ્રગ્સના જથ્થા એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.
ગઈકાલે એટીએસે કરેલી રેડમાં તૈયાર ડ્રગ્સની સાથે 100 કિલો જેટલુ કેમિકલ પણ કબ્જે કર્યુ છે. જે કેમિકલની કિમત પણ કરોડોમાં થાય છે. સાથે જ ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ કબ્જે કરી લેવામાં આવી છે. એટલે કે, આરોપી અન્ય એક યુનિટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનુ માની રહી છે આ સાથે જ ડ્રગ્સ કેસમાં વડોદરા, મુંબઈ અને નડિયાદ બાદ દુબઈનું નેટવર્ક ખુલ્યુ છે. સાથે જ દુબઈથી કેટલા રૂપિયા હવાલા મારફતે આવ્યા છે. તેની પણ તપાસ ચાલી રહી છે. ડ્રગ્સની ફેક્ટરી મળ્યા બાદ એટીએસે કુલ 6 આરોપીને ઝડપી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ પુછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, એમડી ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં મુખ્ય આરોપી સૌમિલ પાઠક છે. સાથે જ મુંબઈ અને દુબઈના ડ્રગ્સ ડિલરોની સંડોવણી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે ગીર સોમનાથ જિલ્લામાં પણ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સનું દુષણ યુવા પેઢીમાં ઘૂસાડવા અસામાજિક તત્વો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એસ.ઓ.જી તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.