Home /News /madhya-gujarat /વડોદરા: લગ્નમાં જમણવાર બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં ખળભળાટ

વડોદરા: લગ્નમાં જમણવાર બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં ખળભળાટ

લગ્નમાં હાજરી આપનાર 200થી પણ વધારે મહેમાનોને ફૂડ પોઇઝનિંગ

Vadodara food poisoning: રાયપુરા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ એક પછી એક મહેમાનોની તબિયત બગડવા લાગી, 200 કરતા વધુ મહેમાનોની જમ્યા પછી તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા

    વડોદરા: વડોદરાની ભાયલીના રાયપુરા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે વડોદરાના રાયપુરામાં લગ્ન પ્રસંગે જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગને પગલે ખળભળાટ મચ્યો છે. લગ્નમાં હાજરી આપનાર 200થી પણ વધારે મહેમાનોને ફૂડ પોઇઝનિંગ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. લગ્નમાં જમણવારમાં વાનગીઓ આરોગ્યા બાદ 200થી પણ વધુ મહેમાનોની તબિયત લથડી હતી. જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

    જમણવાર બાદ એક પછી એક મહેમાનોની તબિયત બગડવા લાગી

    રાયપુરા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ એક પછી એક મહેમાનોની તબિયત બગડવા લાગી હતી. લગ્ન પ્રસંગમાં આવેલા 200 કરતા વધુ મહેમાનોની જમ્યા પછી તબિયત લથડી હતી. જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે ગોત્રી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. જ્યારે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ સ્થળ પર દોડી ગયા હતા. હાલ આ તમામ લોકોની સારવાર ચાલી રહી છે. આ તમામ લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.


    આ પણ વાંચો: વાલીઓને વાંચવા જેવો અમદાવાદનો કિસ્સો

    મહેમાનોને ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો થવા લાગ્યો

    મળતી માહિતી અનુસાર, આ લગ્ન પ્રસંગમાં ત્રણ હજાર જેટલા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગે જમણવાર બાદ એક પછી એક મહેમાનોને ઉલટી, ઝાડા, પેટમાં દુખાવાની ફરિયાદો થવા લાગી હતી. જોત-જોતામાં તો લગભગ 225થી પણ વધારે મહેમાનોને આ પ્રકારની ફરિયાદ થઇ હતી અને તબિયત બગડી હતી. જેના પગલે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે જ વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને વાગનીઓના સેમ્પલ લઇ તેની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Food Poising, Gujarat News, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन