Home /News /madhya-gujarat /

Vadodara news: બૌદ્ધિક અક્ષમતા ધરાવતા 15 થી 18 વર્ષના બાળકો માટે સ્પંદન સ્કુલમાં વેકશીન ડ્રાઈવ

Vadodara news: બૌદ્ધિક અક્ષમતા ધરાવતા 15 થી 18 વર્ષના બાળકો માટે સ્પંદન સ્કુલમાં વેકશીન ડ્રાઈવ

સ્પંદન

સ્પંદન સહિત કુલ 6 સંસ્થા એ તેનો લાભ લઈ, 50 થી વધુ લાભાર્થીએ રસીનો પહેલો ડોઝ લીધો

Vadodara news: સ્પંદન સ્કુલ ફોર મેન્ટલી ચેલેન્જડ (Spandan School for Mentally Challenged) દ્વારા બૌદ્ધિક અક્ષમતા ( મંદ બુદ્ધિ ) ધરાવતા 15 થી 18 વર્ષના બાળકો માટે સ્પંદન સ્કુલ, કારેલીબાગમાં વેકશીનનો (vaccination) કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    Vadodara news: છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં વેક્સિન (corona vaccine) લેવી અનિવાર્ય બની છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરના 15 થી 18 વર્ષના બાળકોને વેકસીન મૂકવામાં આવી રહી છે. અને આજરોજ શનિવારે સ્પંદન સ્કુલ ફોર મેન્ટલી ચેલેન્જડ (Spandan School for Mentally Challenged) દ્વારા બૌદ્ધિક અક્ષમતા ( મંદ બુદ્ધિ ) ધરાવતા 15 થી 18 વર્ષના બાળકો માટે સ્પંદન સ્કુલ, કારેલીબાગમાં સવારે 11:00 કલાકે વેકશીનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

    વડોદરા ખાતે બૌદ્ધિક અક્ષમતા બાળકોના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ પણ રસીકરણ કેમ્પમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પંદન સહિત કુલ 6 સંસ્થા એ તેનો લાભ લીધો છે અને 50 થી વધુ લાભાર્થીએ રસીનો પહેલો ડોસ લઈ પોતાના સવાસ્થ્ય માટે કાળજી દાખવેલ છે. જો મંદબુદ્ધિના બાળકો સમજદારી બતાવીને રસી મુકવા આવતા હોય, તો દેશના અન્ય બાળકો એ પણ રસી મુકવી પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ.
    First published:

    Tags: Coronavirus, Gujarati news, Vaccination

    આગામી સમાચાર