Home /News /madhya-gujarat /

Vadodara: ‘રસી મુકાવો અને સેલ્ફી લો’ ની પહેલ આકર્ષક બની: કેલનપુરના 125 તરુણોએ લીધી કોરોના રસી

Vadodara: ‘રસી મુકાવો અને સેલ્ફી લો’ ની પહેલ આકર્ષક બની: કેલનપુરના 125 તરુણોએ લીધી કોરોના રસી

અગાઉ આ સંસ્થા એ અલ્હાદપુરામાં તરુણ રસીકરણમાં પહેલા દિવસે 100ટકા સિદ્ધિ મેળવી હતી

વડોદરા તાલુકાના કેલનપુર ગામે રસીકરણમાં સહયોગ આપતી સંસ્થા ઈ. એસ. આર. ફાઉન્ડેશનની નવી પહેલ આકર્ષક બની હતી. 

    Vadodara News:  વડોદરા તાલુકાના કેલનપુર ગામે રસીકરણમાં સહયોગ આપતી સંસ્થા ઈ. એસ. આર. ફાઉન્ડેશનની નવી પહેલ આકર્ષક બની હતી. યુવા સમુદાયમાં સેલ્ફિની ઉત્સુકતાનો વિનિયોગ કરતાં આ સંસ્થાએ રસીકરણ કેન્દ્ર ખાતે પણ રસી મુકાવીનો સંદેશ આપતું ખાસ બુથ તરુણો માટે બનાવ્યું હતું. જ્યાં તેઓ રસી લીધાં પછી સેલ્ફી લઈ શકતા હતા. તેનાથી પ્રેરિત થઈને 15 થી 18 વર્ષની ઉંમરના તરુણોએ ઉત્સાહપૂર્વક રસી મુકાવી હતી.

    તેની વિગતો આપતા સંસ્થાના સંકેત સકપાલે જણાવ્યું કે, નાનકડા અલ્હાદપુરામાં તરુણ રસીકરણમાં પહેલા જ દિવસે 100 ટકા સિદ્ધિથી અમે પ્રોત્સાહિત થયાં. તે પછી કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. જીતેન રાણા અને તેમની ટીમના સહયોગથી આ ગામમાં તમામ તરુણોને રસી કેવી રીતે આપવી તેની વિચારણા કરી.

    આ પણ વાંચો: Latest news: ગુજરાતમાં નવી કોવિડ SOP આવશે, પ્રદેશ ભાજપના વધુ એક નેતા કોરોના પોઝિટિવ

    ગામના પ્રત્યેક ઘરનો સંપર્ક કરી સંતાનો ને રસી અપાવવાની અગત્યતા વડીલોને સમજાવી અને તરુણોના મનમાં કોઈ ડર કે આશંકા હોય તેનું નિવારણ કર્યું. તેની સાથે રસિકેન્દ્ર પર એક સેલ્ફી પોઇન્ટ ઊભો કર્યો જેની સારી અસર થઈ છે. આ ગામમાં કાળજીપૂર્વક કરવામાં આવેલા સર્વે અને શાળાઓ પાસેથી મળેલી વિગતો પ્રમાણે શાળાએ જતા હોય/ શાળા બહાર હોય એવા 15 થી 18 ની ઉંમરના કુલ 135 તરુણો હતા.

    આ પણ વાંચો: ભુજમાં ખુલ્લી ગટરમાં પડ્યા લોકો, માંડ માંડ બચ્યો જીવ, જુઓ CCTV footage

    પહેલા જ દિવસે આ પૈકી 125 તરુણો એ રસી લઈ લીધી છે. હવે આવતીકાલે બાકીના તરુણો ને રસી મૂકીને 100 ટકા લક્ષ્યાંક અમે પૂરું કરીશું. સંકેતે ગ્રામજનોના સહયોગ, આરોગ્ય ટીમ ની નિષ્ઠા અને તરુણોના ઉત્સાહને બિરદાવ્યો છે. આ પ્રકારે જો શહેરની બધી સંસ્થાઓ કાર્યરત રહે, તો શહેરનું 100 ટકા રસીકરણ પૂર્ણ થઈ જાય. જેનાથી કોરોનાની મહામારીની ત્રીજી લહેર આવવાની સંભાવના ઘટી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vaccination, Vadodara City News, વડોદરા

    આગામી સમાચાર