Home /News /madhya-gujarat /Vadodara: શુભ મંગળ પ્રારંભ, નેત્રયજ્ઞ સેવાથી નવા વર્ષનો પ્રારંભ; જૂઓ Video

Vadodara: શુભ મંગળ પ્રારંભ, નેત્રયજ્ઞ સેવાથી નવા વર્ષનો પ્રારંભ; જૂઓ Video

X
આંખોના

આંખોના નંબર ચેક કરી નાગરિકોને બેતાલાનાં ચશ્માં નિઃશુલ્ક આપવામાં આવ્યાં. 

નવા વર્ષની શરૂઆત નવી સેવાકીય પ્રવૃત્તિ થકી કરવાના અભિગમ સાથે શહેરની વી.એસ. ગ્રૂપ સેવા સમિતિ દ્વારા આજરોજ 1 જાન્યુઆરીએ નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ થકી આંખના નંબર તપાસીને બેતાલાનાં ચશ્માં નિઃશુલ્ક આપવામાં આવ્યા. 

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara:  નવા વર્ષની શરૂઆત નવી સેવાકીય પ્રવૃત્તિ થકી કરવાના અભિગમ સાથે શહેરની વી.એસ. ગ્રૂપ સેવા સમિતિ દ્વારા  1 જાન્યુઆરીએ નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ થકી આંખના નંબર તપાસીને બેતાલાનાં ચશ્માં નિઃશુલ્ક આપવામાં આવ્યા. આ કેમ્પનું આયોજન માંજલપુર વિનિતપાર્ક સોસાયટી ખાતે સવારે 9:30 થી 1:30 વાગ્યા દરમિયાન કરાયું હતું.

વી.એસ. ગ્રૂપ સેવા સમિતિના પ્રમુખ પ્રગ્નેશ પુરાણીએ જણાવ્યું કે, કેમ્પનું આયોજન વાઘોડિયાની પારુલ આયુર્વેદિક હોસ્પિટલ સાથે મળી કરાયું. સંસ્થા દ્વારા આ ચોથો નેત્રયજ્ઞ યોજાયો. જ્યારે નેત્રયજ્ઞ થકી અત્યાર સુધી લગભગ 130 થી 140 મોતિયાનાં ઓપરેશન કરવામાં આવ્યાં છે.



જેમાં આજરોજ 900 જેટલા લાભાર્થીઓ જોડાઈને આંખોને લાગતી સમસ્યા માટે સારવાર મેળવી. આંખોના નંબર ચેક કરી નાગરિકોને બેતાલાનાં ચશ્માં નિઃશુલ્ક આપવામાં આવ્યાં.



જ્યારે આંખ તપાસ બાદ કોઈ નાગરિકને મોતિયાના ઓપરેશનની જરૂર હોય તો તેને હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા કરી તેનું ઓપરેશન પણ કરી અપાય છે. દર્દીઓને ઓપરેશન માટે સ્થળ પર નિઃશુલ્ક જમવાની અને નાસ્તા ચાની વ્યવસ્થા વી.એસ ગ્રૂપ અને હોસ્પિટલ થકી કરાઇ.



આજરોજ જે પણ મોતીયાનું ઓપરેશન કરવા માટે નોંધાયા છે એમની માટે મંગળવારે સવારે 8 વાગે કેમ્પ સ્થળથી જ હોસ્પિટલ લઈ જવામાં આવશે. આ કેમ્પમાં કુલ 7 જેટલા ડોકટરો એ સેવા આપી.



આ ગ્રૂપ દ્વારા વર્ષ દરમિયાન સામાજિક, ધાર્મિક, આરોગ્યલક્ષી, શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજનની સાથે આરોગ્યલક્ષી સાધનો જેવાં કે વ્હીલચેર, એરબેડ, પલંગ, ટોયલેટ ચેર વગેરે પણ અપાય છે. દર રવિવારે જરૂરિયાતમંદ પરિવારોને દાતાની મદદ થકી 15 દિવસ ચાલે તેટલી અનાજની કિટનું વિતરણ કરાય છે.
First published:

Tags: Eye Care, Local 18, Vadodara

विज्ञापन