ભારતીય સંસ્કૃતિથી બાળકો અવગત થાય એ માટે ખાસ આયોજન...
મકરસંક્રાંતીની ઉજવણી સમગ્ર ભારતમાં થાય છે. દરેક રાજ્યમાં જુદાજુદા રીત રિવાજ મુજબ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વડોદરાની શાળામાં મીની ભારતનાં દર્શન થયા હતાં. અહીં બાળકોએ વિભિન્ન સમાજની રીત રિવાજ મુજબ ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરની લાલબાગ સ્થિત પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ અને દેવ્યાની રાજે ગાયકવાડ શાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 8 પ્રાથમિક તથા પૂર્વ પ્રાથમિક વિભાગના આશરે 1300 જેટલા વિધ્યાર્થીઓ ભાગ લીધો હતો. ખાસ અહીં એ દર્શાવવામાં આવ્યું કે, એક જ પર્વને વિભિન્ન સમાજ દ્વારા વિભિન્ન રીતે રિવાજો દ્વારા ઉજવવામાં આવે છે, છતાં પણ સૌ એક સાથે મળીને ઉજવણી કરતા આવ્યા છે.
ઉતરાયણ પર્વને મકરસંક્રાતિ પણ કહેવાય છે. મકરસંક્રાતિ પર્વને દરેક ભારતીય સમાજ દ્રારા અનોખી પરંપરા તથા રીતભાત સાથે ઉજવવામાં આવે છે. ઉતરાયણ પર્વની ઉજવણી વિવિધ સમાજ દ્રારા અલગ અલગ રીતે કરવામાં આવે છે. આ પર્વની પરંપરાગત વેશભૂષા સાથે ઝલક શિક્ષકો અને વિધ્યાર્થીઓ દ્રારા પ્રસ્તુત કરવામાં આવી હતી.
પંજાબીમાં ઉજવણી : પંજાબી સમાજ દ્રારા આ દિવસે મનાવવામાં આવતા "લોહડી’’ ના તહેવારને શાળા દ્રારા ઉજવવામાં આવી હતી. જેમાં પંજાબીઓની માફક "લોહડી’’ પ્રગટાવી પંજાબી ખાનપાન તથા પંજાબી નૃત્ય શિક્ષકો અને વિધ્યાર્થીઓ દ્વારા પરંપરાગત વસ્ત્રો પહેરીને રજૂ કરવામાં આવ્યા હતાં.
મહારાષ્ટ્રામાં ઉજવણી : મહારાષ્ટ્રીયન પરંપરા મુજબ હલ્દી-કંકુની પ્રથા, તિલ-ગુડ ખાવાની પ્રથા પ્રસ્તુત કરવામાં આવી હતી. તમિલનાડુમાં ઉજવણી : તમિલ સમાજ દ્રારા આ દિવસે ઉજવવામાં આવતા "પોંગલ’’ ના તહેવારની ઉજવણી કરી હતી. પોંગલ વાનગી ઘી, ગોળ અને ચોખાથી બનાવવામાં આવે છે.
ગુજરાતમાં ઉજવણી : ગુજરાતીઓ દ્રારા આ દિવસે બનાવવામાં આવતા “ઉધિયું-જલેબી" ખાવાની પ્રથાને રજૂ કરવામાં આવી હતી. તેમજ દિવસ ગાયને ઘૂઘરી ખવડાવવાનું મહત્વ સમજાવમાં આવ્યું હતું. બોર, શેરડી, તલની ચિક્કી ખાવાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિથી બાળકો અવગત થાય એ હેતુથી ખાસ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રીતે તહેવાર અવશ્ય મનાવવો જોઈએ પરતું ચાઈનીઝ દોરીનો ઉપયોગ અટકાવીને નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય તેનું અચૂક ધ્યાન રાખવું જોઈએ. આ સંદેશો પાઠવવામાં આવ્યો.