બદ્રિનાથમાં હેલીકોપ્ટર ક્રેશ,એન્જીનીયરનું મોત, વડોદરાના સાત શ્રદ્ધાળુઓ સુરક્ષિત

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 10, 2017, 3:22 PM IST
બદ્રિનાથમાં હેલીકોપ્ટર ક્રેશ,એન્જીનીયરનું મોત, વડોદરાના સાત શ્રદ્ધાળુઓ સુરક્ષિત
ઉત્તરાખંડના બદ્રિનાથમાં પ્રાઇવેટ હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. ઉડાન ભરતા જ હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. હેલીકોપ્ટરમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના વડોદરા જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જો કે દુર્ઘટનામાં આ સાતેય શ્રદ્ધાળુઓ સુરક્ષીત હોવાનું જાણવા મળ્યું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 10, 2017, 3:22 PM IST
ઉત્તરાખંડના બદ્રિનાથમાં પ્રાઇવેટ હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ છે.  ઉડાન ભરતા જ હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. હેલીકોપ્ટરમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના વડોદરા જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જો કે દુર્ઘટનામાં આ સાતેય શ્રદ્ધાળુઓ સુરક્ષીત હોવાનું જાણવા મળ્યું છે.તમામ પ્રવાસીઓ વડોદરાના હરણીનાકાના રહેવાસીઓ છે.નવીનભાઈ જશભાઈ પટેલ, જ્યોત્સનાબેન પટેલ સલામત છે.

heli-6

દુર્ઘટનામાં 1 એન્જીનીયરનું મોત થયું છે.બદ્રીનાથથી દર્શન કરી પરત ફરતા દુર્ઘટના સર્જાઇ હતી.ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ઉડાન ભર્યા બાદ યોગ્ય ઊંચાઈએ પહોંચી શક્યું ન હતું અને ક્રેશ થઈ ગયું હતું. અગસ્તા 119 હેલિકોપ્ટર મુંબઈની ખાનગી ઓપરેટર ક્રેસ્ટલ એવિએશન કંપનીનું હોવાની માહિતી મળી છે. હેલિકોપ્ટરે સવારે 7.45 વાગ્યે ઉડાન ભરી હતી.
First published: June 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर