વડોદરા: શહેરના સૂરસાગર ખાતે આવેલ હનુમાનજીનું મંદિર જે વર્ષો પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલ છે. આ મંદિરમાં ટેકનોલોજીનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં તેલ ચડાવવાનું એક એવું મશીન મૂકવામાં આવ્યું છે, જેનાથી ભક્તો હનુમાનજીને માત્ર એક બટન દબાવીને તેલ ચડાવી શકશે. તો આવો જોઈએ કે શા માટે આ પ્રકારની ટેકનોલોજીનો મંદિરમાં ઉપયોગ કરવામાં આવ્યો.
કોરોના જેવી મહામારીને કારણે એકથી દોઢ વર્ષ મંદિર બંધ રહ્યા હતા. તદુપરાંત મંદિરોમાં ભક્તોને દર્શન કરવા માટે પણ પ્રવેશ આપવા દેવામાં આવતો ન હતો. કોઈપણ પ્રકારના ચડાવવા કરવા દેવામાં આવતા ન હતા તથા અમુક સમય મર્યાદા સુધી જ ભક્તો દર્શન કરી શકે તેવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
આ પ્રકારની કપરી પરિસ્થિતિને કારણે ભક્તો મંદિરમાં કોઈ પણ ચિંતા વગર આવીને હનુમાનજીના દર્શન કરી શકે તે માટે ખાસ મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે રેલિંગ મૂકવામાં આવી છે તદુપરાંત હનુમાનજીની મૂર્તિ સુધી દરેક ભક્તોને પ્રવેશ નિષેધ છે, તો કઈ રીતે તેલ ચડાવી શકાય તે માટે તેલ ચઢાવવાનું ઓટોમેટીક મશીન લગાવવામાં આવ્યું છે.
તેલ ચડાવવાના ઓટોમેટીક મશીનમાં 5-6 બટન રાખવામાં આવેલ છે. ભક્તો માત્ર એક બટન દબાવીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી હનુમાનજીને તેલ ચઢાવી શકશે. અહીં આવનારા દરેક ભક્તો હનુમાનજીને તેલ અવશ્ય ચઢાવે છે. ભક્તો રૂા. 5 થી રૂા. 100 સુધીનું તેલ ચઢાવી શકે છે.
મંદિર પરિવાર દ્વારા ભક્તો એકબીજાના સંપર્કમાં આવ્યા વગર માત્ર બટન દબાવી તેલ ચઢાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરસાગર હનુમાનજી મંદિરના દીપેન મહારાજે જણાવ્યું કે, આ વ્યવસ્થા ખાસ દર મંગળવાર-શનિવાર અને તહેવારોના દિવસો માટે જ્યારે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અને ભક્તો હનુમાનજીને તેલ ચડાવ્યા વગર ના જાય તે હેતુથી ટેકનોલોજીનો સહારો લઇ સુવિધા કરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર