plastic pollution:છેલ્લા ત્રણ વર્ષથી શહેરના સાંખ્ય ફાઉન્ડેશન (Sankhya Foundation) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક અને ફૂડ વેસ્ટને (food waste) એકત્રિત કરવામાં આવે છે અને તેના દ્વારા ખાતરનું નિર્માણ કરવામાં આવે છે.
Vadodara: સરકાર (Government) દ્વારા પ્લાસ્ટિકથી થતાં પ્રદુષણને (Plastic Pollution) અટકાવવા માટે હમણાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી શહેરના સાંખ્ય ફાઉન્ડેશન (Sankhya Foundation) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક અને ફૂડ વેસ્ટને (food waste) એકત્રિત કરવામાં આવે છે અને તેના દ્વારા ખાતરનું નિર્માણ કરવામાં આવે છે.
પ્લાસ્ટિક પ્રતિબંધ એ પ્રદૂષણ મુક્ત વાતાવરણ તરફનું એક આગવું પગલું છે. પ્લાસ્ટિક પર ઘણી વખત પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે પ્લાસ્ટિક પર વ્યૂહાત્મક પ્રતિબંધ જરૂરી છે. પ્લાસ્ટિક એ ગૌણ મુદ્દો છે, પ્રાથમિક મુદ્દો પ્લાસ્ટિક સાથેનો મનુષ્યનો સંબંધ છે.
આપણી પાસે જેટલી પણ વસ્તુઓ આવે છે તે દરેક વસ્તુ પ્લાસ્ટિકમાં પેક થઇને આવે છે અને તેના કારણે પ્લાસ્ટિક આંતરરાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. સંશોધન એમ પણ કહે છે કે, એક વ્યક્તિ અઠવાડિયામાં 5 ગ્રામ પ્લાસ્ટિકનો વપરાશ કરે છે. જે 1 ક્રેડિટ કાર્ડ જેટલું હોય છે. પ્લાસ્ટિક સર્વવ્યાપી છે અને તે આપણા પર્યાવરણના મુખ્ય ઘટકો જેવા કે, ઈથર, પાણી, માટી અને હવામાં જોવા મળે છે.
કુદરત સાથેના માનવીય સંબંધને જાળવી રાખવા માટે આપણે બને એટલું ઓછું પ્લાસ્ટિક વાપરવું જોઇએ. પ્લાસ્ટિક ઉપરના પ્રતિબંધની સાથે કચરાને અલગ પાડવા માટેના કડક કાયદા સરકારે લાવવાની જરૂર છે.
હાલમાં સરકાર 75/125 માઇક્રોનથી વધુના પ્લાસ્ટિકને મંજુરી આપી રહી છે અને આવી કાર્યવાહીથી પ્લાસ્ટિકનો વપરાશ ઘટશે નહીં. પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવો જોઇએ. આ સાથે સિસ્ટમમાં રિસાઇકલ/અપસાઇક્લની પ્રક્રિયા લાવવાની જરૂર છે તેમ સસ્ટેનેબિલિટી ઈનફ્લુએન્સર અને સાંખ્ય ફાઉન્ડેશનના સ્થાપક એવા સૌમ્યા અક્ષતે જણાવ્યું હતું.
આટલું જરૂર કરો:
1) કાપડની થેલીઓનો ઉપયોગ કરો અને તેને તમારા મોબાઈલની જેમ દરેક જગ્યાએ સાથે લઇને જાઓ.
2) તમારા પ્લાસ્ટિક અને અન્ય કચરાને રિસાયકલ/અપસાયકલ કરો.
3) પ્લાસ્ટિકના નવા વપરાશને ટાળવા માટે ઘરમાં પડેલી પોલિથીન બેગનો ફરીથી ઉપયોગ કરો.
4) પ્લાસ્ટિક પ્રદૂષણ ટાળવા માટે કટલરી/પાણીની બોટલ સાથે રાખો.