સ્કૂલના બાળકોએ G20માં સમાવિષ્ટ 20 દેશોને દર્શાવતી વિશાળ રંગોળીનું નિર્માણ કર્યું
વડોદરની ઊર્મિ સ્કૂલના 20 વિદ્યાર્થીઓએ G20 સમિટનું મહત્વ સમજાવતી વિશાળ રંગોળી બનાવી છે. આ રંગોળી બનાવતા એક દિવસનો સમય લાગ્યો હતો. દરેક દેશના નકશા સાથે તેની સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે.
Nidhi Dave, Vadodara: વડોદરાની ઊર્મિ સ્કૂલમાં છાત્રોને G20 સમિટનું મહત્વ અનોખી રીતે સમજાવવામાં આવ્યું હતું. સ્કૂલના બાળકોએ G20માં સમાવિષ્ટ 20 દેશોને દર્શાવતી વિશાળ રંગોળીનું નિર્માણ કર્યું છે. જેમાં G20 દેશના નકશામાં જે તે દેશની સંસ્કૃતિની ઝાંખી દર્શાવી છે. ઊર્મિ સ્કૂલના 9 અને 11 ધોરણના 20 જેટલા વિદ્યાર્થીઓએ રંગોળી બનાવી હતી.
G20 સમિટથી વિશ્વ ફલક ઉપર ભારતની સકારાત્મક છબી
G20 દેશોના અનેક પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષોની ઉપસ્થિતિ હાલમાં ભારતમાં જોવા મળે છે ત્યારે G20 સમિટથી વિશ્વ ફલક ઉપર ભારતની સકારાત્મક છબી અને ભારતની વિશ્વ ગુરુ બનવા તરફની હરણફાળ જોવા મળી રહ્યું છે.
ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા G20 સમિટમાં ભાગ લેનાર દરેક દેશોના મહત્વને સમજાવાનો પ્રયાસ કર્યો હતો.
રંગોળી બનાવતા એક દિવસનો સમય લાગ્યો, 20 કિલો રંગની ઉપયોગ
આ વિશાળ રંગોળી બનાવવા માટે 20 થી 25 ભિન્ન રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રંગોળીમાં કુલ 20 કિલો રંગનો ઉપયોગ થયો હતો.
15 બાય 15 ફૂટની મહાકાય રંગોળી બનાવતા એક દિવસનો સમય લાગ્યો હતો. વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે,
G20 ની રંગોળી બનાવીની તક મળી એની ખુશી છે અને રંગોળી બનાવતા પહેલા G20 શું છે? એ ખબર ન હતી. આજે ઘણી વિગતો જાણવા મળી છે.