સિંથામણી ઢોસા સેન્ટરમાં સાઉથ ઇન્ડિયાના અન્ના જ બધી વેરાયટી બનાવે છે.
ઢોસાના શોખીનો માટે આ મહત્વના સમાચાર છે. વડોદરામાં સિંથામણી ઢોસા રેસ્ટોરન્ટ માત્ર 100 રૂપિયામાં અનલિમિટેડ ઢોસા ખાઈ શકો છો. એટલું જ નહીં અહીં કોમ્બો સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીંના કલ્લુ ઢોસા સ્પેશિયલ છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં લોકો ખાવાના ખૂબ જ શોખીન છે.શહેરમાં છ મહિના પહેલા જ એકદમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયા ઢોસાની સિંથામણી ઢોસા રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. અહીંયા ફક્ત 100 રૂપિયા તમે અનલિમિટેડ ઢોસા ખાઈ શકો છો.
સિંથામણી ઢોસા સેન્ટરમાં સાઉથ ઇન્ડિયાના અન્ના જ બધી વેરાયટી બનાવે છે. જેથી અહીંયા શહેરીજનોને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયાનો સ્વાદ મળશે. સિંથામણી ઢોસા સેન્ટરના સાધના ચૌહાણે જણાવ્યું હતું કે,
અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અમે 6 મહિના પહેલા જ રેસ્ટોરન્ટ શરૂ કરી છે. વડોદરામાં રહીને પણ લોકો ઓથેન્ટિક ઢોસાનો સ્વાદ લઈ શકે એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અહીં સાદા ઢોસા, મસાલા ઢોસા, ઇડલી સંભાર, મેંદુ વડા, કલ્લુ ઢોસા મળે છે.
કલ્લુ ઢોસા એ તમિલનાડુની ખાસિયત છે
અહીં કલ્લુ ઢોસા સ્પેશિયલ છે. કલ્લુ ઢોસા એ તમિલનાડુની ખાસિયત છે. આ ઢોસા વડોદરામાં બીજે ક્યાંય નહીં મળે, ફક્ત અહીં જ ખાવા મળશે. અહીં લોકોને ખવડાવના ઉદેશ્ય સાથે ઓછો ભાવ પણ રાખવામાં આવ્યો છે.
તથા અહીં પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. 5 કિલોમીટરના અંતરમાં હોય તો ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવે છે.
60 રૂપિયામાં સાદા અને મસાલા ઢોસા
અહીં કોમ્બો સુવિધા ઉપલબ્ધ છે જેમાં, 60 રૂપિયામાં સાદા અને મસાલા ઢોસા, 80 રૂપિયામાં 1 ઈડલી, 1 વડા, સાદા ઢોસા, મસાલા ઢોસા અને કલ્લુ ઢોસા મળે છે. અને ખાસ કરીને 100 રૂપિયામાં તો તમે કોઈ પણ ઢોસા અનલિમિટેડ ખાઈ શકો છો.