Home /News /madhya-gujarat /Vadodara: યુનાઈટેડ વેના ગરબામાં એવું તો શું થયું કે રોકવા પડ્યા ગરબા! કેમ લાગ્યા રિફંડ રિફંડના નારા

Vadodara: યુનાઈટેડ વેના ગરબામાં એવું તો શું થયું કે રોકવા પડ્યા ગરબા! કેમ લાગ્યા રિફંડ રિફંડના નારા

સતત

સતત બીજા દિવસે પણ અપૂરતી સફાઈ ના કારણે ખેલૈયાઓ રમી શક્યા નહીં.

વિશ્વવિખ્યાત એવા યુનાઇટેડ વે ના ગરબા નવરાત્રીના બીજા દિવસે બંધ થયા હતા. યુનાઇટેડ વે ના ગરબા જે લોકપ્રિય છે અને ખેલૈયાઓ માટે રમવાનું પ્રથમ પસંદગીનું સ્થાન છે, જ્યાં આજ સુધી એક પણ વખત ખેલૈયાઓના પગ અટક્યા નથી.નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓના પગ થંભી ગયા

વધુ જુઓ ...
    Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના જ નહીં પરંતુ વિશ્વવિખ્યાત એવા યુનાઇટેડ વે ના ગરબા નવરાત્રીના બીજા દિવસે બંધ થયા હતા.યુનાઇટેડ વે ના ગરબા જે લોકપ્રિય છે અને ખેલૈયાઓ માટે રમવાનું પ્રથમ પસંદગીનું સ્થાન છે, જ્યાં આજ સુધી એક પણ વખત ખેલૈયાઓના પગ અટક્યા નથી. એવી જગ્યાએ નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓના પગ થંભી ગયા.

    શહેરના યુનાઇટેડ વે ઓફ વડોદરાના ગરબા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે આ વખતે ત્યાંના ગ્રાઉન્ડ પર સતત બીજા દિવસે ખેલૈયાઓને કાંકરા વાગ્યા હતા. બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમોથી હોબાળો થતા અધવચ્ચે ગરબા બંધ કરવા પડ્યા હતા. જે બાદ અતુલ પુરોહિતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, જો આવતીકાલે ગ્રાઉન્ડ સરખું નહીં થાય તો હું જ ગરબા શરૂ નહીં કરુ.

    આ વર્ષે યુનાઇટેડ વે ના ગરબા વડસર નજીક કલાલી ખાતે યોજવામાં આવ્યા છે, જ્યાં ગ્રાઉન્ડ ઉપર પૂરતી સફાઈ ન થઈ હોવાને કારણે મોટા મોટા કાંકરાઓ ખેલૈયાઓના પગમાં ખુચ્યા. સતત બીજા દિવસે પણ અપૂરતી સફાઈ ના કારણે ખેલૈયાઓ રમી શક્યા નહીં. જેને કારણે ખેલૈયાઓમાં રોષ ભરાયો અને ગરબા વાગતા હોવા છતાં પણ તેઓ રમ્યા નહીં. તદુપરાંત કાંકરા કાકરા અને રિફંડ રિફંડ એવા નારા જોર જોરથી લગાવ્યા હતા. દૂર દૂરથી લોકો યુનાઇટેડ વે ના ગરબા રમવા આવતા હોય છે એમાં ખાસ કરીને વિદેશથી પણ આ વર્ષે ખેલૈયાઓ યુનાઇટેડ વેના ગરબા માણવા માટે આવ્યા હતા જેઓ નાસીપાસ થઈને ઘરે પરત ફર્યા હતા.

    આ પણ વાંચો: વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના આ ખેલાડિયો પર્ચમ લહેરાવશે; આવી છે પ્રેક્ટિસ

    પ્રખ્યાત ગાયક કલાકાર અતુલ પુરોહિતે આશ્વાસન આપ્યું છે કે, ગ્રાઉન્ડની  તમામ પ્રકારની સફાઈ થઈ જશે અને ખેલૈયાઓ મન મૂકીને રમી શકશે. જો કોઈ પણ ખેલાડીને મુશ્કેલી પડશે તો હું પોતે જ કાલે ગરબા ગાઈશ નહીં. તદુપરાંત  રિફંડ માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેથી કરીને જે પણ ખેલૈયાઓને રિફંડ જોઈતું હશે તે પરત કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે નવરાત્રીના ત્રીજા દિવસે ગરબા થશે કે ફરી એવા જ દ્રશ્યો જોવા મળશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Navratri 2022, Navratri celebration, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन