Vadodara News: વડોદરામાં રાહદારીઓ પાસેથી અનેક દંડની વસુલાત સામે અનોખો વિરોધ
Vadodara News: વડોદરામાં રાહદારીઓ પાસેથી અનેક દંડની વસુલાત સામે અનોખો વિરોધ
અનોખો વિરોધ
Vadodara News: રાહદારીઓના અકસ્માત (Accident) થતા જોવા મળે છે. વડોદરા શહેરમાં (vadodara city) જવાબદાર વ્યક્તિઓને વારંવાર લેખિત મૌખિક તેમજ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે.
વડોદરા: શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ (Smart City Project) અંતર્ગત અનેક રોડ-રસ્તાઓ પર કામગીરી કરવામાં આવી રહી છે. બીજી બાબત કેટલાક રોડ રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અનેક રાહદારીઓના અકસ્માત (Accidents) થતા જોવા મળે છે. વડોદરા શહેરમાં જવાબદાર વ્યક્તિઓને વારંવાર લેખિત મૌખિક તેમજ આવેદન સ્વરૂપે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે.
છતાં કેટલાક રોડ રસ્તા પર ટ્રાફિક સિગ્નલ નથી, કેટલાક રોડ રસ્તા પર વ્હાઈટ પટ્ટાઓ તેમજ જીબ્રા ક્રોસિંગ નથી, અનેક રોડ રસ્તા પર ગટરના ઢાંકણ ખુલ્લી હાલતમાં જોવા મળે છે, ઢોરોના કારણે કેટલાક અકસ્માત સર્જાતા હોય છે. અનેક રોડ રસ્તા પર ખોદકામ કામગીરી ચાલી રહી છે રાહદારીઓ માટે સર્વિસ રોડની વ્યવસ્થા નથી.
આના કારણે ભરચક વિસ્તારોમાં હેલમેટ પહેરવાથી પણ અકસ્માત સર્જાતા હોય છે. ગુજરાત રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પરંતુ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ ન પહેરનારા નાગરિકોને દંડ કરવામાં આવે છે. ટુક સમય પહેલાં માસ્ક માટે પણ પોલીસ કર્મચારીઓ અને રાહદારીઓ વચ્ચે ઘર્ષણ થતું હતું. હાલમાં પણ આમ રાહદારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થતું જોવા મળે છે. કોરોના મહામારી પછીથી કેટલાક લોકો પાસે નોકરી ધંધા નથી કેટલાક લોકો બેરોજગાર છે.
વડોદરા શહેરમાં દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા, વ્હાઈટ પટ્ટા, ઝીબ્રા ક્રોસીંગ, બંફ, સ્કુલ, કોલેજ, હોસ્પિટલ પાસે બોર્ડ લગાવવામાં આવે, તેમજ અન્ય બેદરકારી જોવા મળતી હોય તો તાત્કાલિક રાહદારી માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી તાત્કાલિક સુચનાઓ આપવામાં આવે. ત્યારબાદ આમ રાહદારીઓ પાસેથી અનેક દંડની વસુલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર