Home /News /madhya-gujarat /

Vadodara: એમ.એસ.યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું સ્કલ્પચર પ્રદર્શન

Vadodara: એમ.એસ.યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું સ્કલ્પચર પ્રદર્શન

પ્રદર્શનમાં

પ્રદર્શનમાં 35થી વધુ કલાકૃતિઓને પ્રદર્શિત કરવામાં આવેલ છે.

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કોરોનાકાળ દરમિયાન બનાવેલ સ્કલ્પચરનું 

    વડોદરા: શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કોરોનાકાળ દરમિયાન બનાવેલ સ્કલ્પચરનું પ્રદર્શન કરવામાં આવેલ છે. માસ્ટરના છેલ્લા વર્ષના વિધાર્થીઓ દ્વારા સ્કલ્પચરના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 18 વિધાર્થીઓના કામને પ્રદર્શિત કરવામાં આવેલ છે. તેમાં ખાસ 3 બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સામેલ છે. પ્રદર્શનમાં 35થી વધુ કલાકૃતિઓને પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેમાં સ્ટોન, ટેરકોટા, ફાયબર, કપડાં, લોખંડ- તાંબાની કલાકૃતિઓ, તદુપરાંત 3ડી આર્ટની સાથે સાથે કાલ્પનિક આર્ટને મુકવામાં આવેલ છે. જેમાં વિધાર્થીઓના વિચારોને અલગ અલગ માધ્યમ તથા વસ્તુઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં ખાસ દરિયા કિનારે જે રેતીમાં છાપ પડતી હોય છે, તેનું પણ ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કર્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર