Home /News /madhya-gujarat /

વડોદરા પોલીસની અનોખી પહેલ: મહિલાઓને સશક્ત બનાવવા સેલ્ફ ડિફેન્સના કોર્ષની શરૂઆત

વડોદરા પોલીસની અનોખી પહેલ: મહિલાઓને સશક્ત બનાવવા સેલ્ફ ડિફેન્સના કોર્ષની શરૂઆત

શહેરમાં

શહેરમાં મહિલાઓ માટે નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સના કોર્ષની શરૂઆત કરી છે. 

હાલમાં ક્રાઈમના ઘણા કેસો સામે આવ્યા છે. તથા ખૂબ જ માત્રામાં મહિલાઓ પર અત્યાચાર, દુષ્કર્મ, રેપ, હત્યા, જેવા બનાવો બની રહ્યા છે. તો આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સુરક્ષા સેતુ અંતર્ગત વડોદરા પોલીસે એક ખૂબ જ સારી પહેલ કરી છે.

    નિધિ દવે, વડોદરા: હાલમાં ક્રાઈમના ઘણા કેસો (Crime Case) સામે આવ્યા છે. તથા ખૂબ જ માત્રામાં મહિલાઓ પર અત્યાચાર, દુષ્કર્મ, રેપ, હત્યા, જેવા બનાવો બની રહ્યા છે. તો આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સુરક્ષા સેતુ અંતર્ગત વડોદરા પોલીસે (Vadodara Police) એક ખૂબ જ સારી પહેલ કરી છે. શહેરમાં મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સના કોર્ષની (Self Defense Course) શરૂઆત કરી છે.

    આજની તમામ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂરી છે. જ્યારે કોઈ મહિલા મુસીબતમાં મુકાય તો પોતાની સુરક્ષા તો કરી શકે. તે હેતુથી વડોદરા પોલીસ તથા શહેરની શી ટિમ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત આ પહેલને શરૂ કરવામાં આવી છે. આ 10 દિવસનો નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સનો કોર્ષ છે. જેનો સમય સવારે 7 થી 9 કલાકની દરમિયાન હોય છે. એક મહિનામાં કુલ 3 બેચ લેવામાં આવે છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક હત્યા, રાઈના દાણા જેવું છે કારણ

    અત્યાર સુધી 8 બેચ થયેલ છે તથા શહેરની 250 જેટલી મહિલાઓ એ ભાગ લીધો છે. આમાં જોડાવા માટે શી ટિમની હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરીને જોડાઈ શકે છે: 7434888100. આ નંબર પર સંપર્ક કરી પોતાની સામાન્ય માહિતી આપીને તાલીમ કર્યક્રમમાં જોડાઈ શકો છો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા પોલીસ, વડોદરા શહેર

    આગામી સમાચાર