Home /News /madhya-gujarat /Union Budget 2023: ઈ-વાહનનાં ઉદ્યોગકારોએ બજેટને લઇને શું કહ્યું? શું માંગ છે?

Union Budget 2023: ઈ-વાહનનાં ઉદ્યોગકારોએ બજેટને લઇને શું કહ્યું? શું માંગ છે?

X
ઇ-વાહન,

ઇ-વાહન, કન્સ્ટ્રકશન કંપની, ગ્રીન એનર્જીના ઉદ્યોગપતિઓએ બજેટ પર મંતવ્ય રજૂ કર્યા..

ઈ-વાહન સાથે ભારત ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આગામી બજેટમાં ઈ-વાહન ઉત્પાદકોને બજેટમાંથી છૂટની જરૂર છે.

Nidhi Dave, Vadodara: આગામી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થનાર છે. ત્યારે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના સ્થાપકો અને ઉદ્યોગપતિઓ આ બજેટ પર મીટ માંડીને બેઠા છે. ઈ-વાહન સાથે ભારત ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આગામી બજેટમાં ઈ-વાહન ઉત્પાદકોને બજેટમાંથી છૂટની જરૂર છે, સબસિડી ચાલુ રાખવા માટે વિચારણા કરવી જોઈએ તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

ઇ-વાહનનાં ઉદ્યોગકારોએ કરી આ માંગ

ઇ- વાહનના ઉદ્યોગકારોએ યુનિયન બજેટ પર મંતવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે, જેવી રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સબસિડીમાં સહાય કરે છે, પણ એ સબસીડી જરૂરિયાત સુધી પહોંચે તથા સબસીડીને તમામ ઉદ્યોગો માટે રજૂ કરવામાં આવે, જેથી ઇ-વાહનોનું ઉત્પાદન અને ચલણમાં વધારો થાય. જી.એસ.ટી. ઘણું રોકાણ અટકે છે. જેથી ઇ -વાહનની ગતિશીલતામાં અવરોધ આવી રહ્યો છે. આ જી.એસ.ટીની ટકાવારીમાં થોડો બદલાવ આવે એવી આશા છે.

બજેટમાં મોંઘવારીને ધ્યાનમાં રાખવામાં આવે

કન્સ્ટ્રકશન કંપની અને ગ્રીન એનર્જીના ઉદ્યોગપતિઓએ મંતવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે, રો મટિરિયલના ભાવમાં ખૂબ વધારો નોંધાઇ રહ્યો છે. આયાત નિકાસમાં આયતના ભાવમાં પણ વધારો છે. જેથી વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કંપની કરતા ગ્રાહકોના માથે ભાર વધી રહ્યો છે. પરંતુ યુનિયન બજેટમાં મોંઘવારીને ધ્યાનમાં રાખવામાં આવે. અને ખાસ કરીને હાઇડ્રોજન અને રિયુએબલ એનર્જી પર વધુ ભાર મૂકવામાં આવે, તો આવનારો સમય જ આ ગ્રીન એનર્જી પર છે. તો ગ્રીન એનર્જીને ધ્યાનમાં રાખીને સરકારી યોજનાઓ બને એવી આશા વ્યક્ત કરી છે.
First published:

Tags: Budget 2023, Buisness, Local 18, Vadodara

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો