ઓપરેશન ગંગા હેઠળ તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી
રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ફસાયેલા વડોદરા ના 4 વિધાર્થીઓ પૈકી કેયુર, કિવ નામના વિસ્તારમાં ફસાયો હતો. પિતા દ્વારા છેલ્લા સાત દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. જો કે પુત્રને પરત ફરતા માતા પિતાની આંખો ભરાઈ આવી હતી.
વડોદરા: રશિયા અને યુક્રેનના (Russia and Ukraine) યુદ્ધમાં ફસાયેલા વડોદરા ના 4 વિધાર્થીઓ પૈકી કેયુર, કિવ નામના વિસ્તારમાં ફસાયો હતો. પિતા દ્વારા છેલ્લા સાત દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. જો કે પુત્રને પરત ફરતા માતા પિતાની આંખો ભરાઈ આવી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલી ભીષણ યુદ્ધમાં વડોદરાના પણ વિદ્યાર્થીઓ ફસાયા હતા. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તબક્કાવાર વિદ્યાર્થીઓ વડોદરા પરત ફરતા સરકારને કામગીરીની પ્રશંસા કરી હતી.
ત્યારે ફરી એકવાર વડોદરાના ચાર વિદ્યાર્થીઓ પરત ફર્યા. જેમાં ન્યાયમંદિર વિસ્તારમાં રહેતો કેયુર પટેલ ઘરે પરત ફરતા જ ફુલહાર અને આરતીથી સ્વાગત કરી તેની માતાએ મોં મીઠું કરાવી ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે માતાની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર