Nidhi Dave, Vadodara: ખોરાકનો બગાડ ન થાય અને સામાન્યમાં સામાન્ય માણસ સુધી ખોરાક ખાસ કરીને શાકભાજી અને ફળફળાદિ જેવી પ્રાથમિક ચીજવસ્તુઓ પહોંચી રહે તે તેવી નેમ સાથે પાણીની સરળ ઉપલબ્ધિની માફક શાકભાજી અને ફળ પણ સરળતાથી મળી રહે તેવા વિચારને વાસ્તવિકતામાં શહેરના બે યુવાનોએ પરિવર્તિત કર્યો છે.
વડોદરાના યુવાન શુભમ ઉપાધ્યાયે ટેક્સટાઇલ પ્રોસેસિંગમાં સ્નાતક કર્યું અને અભ્યાસ પૂર્ણ કરી ફાર્મ હાઉસ ફુડ અનલિમિટેડ નેટવર્ક સ્ટાર્ટઅપની શરૂઆત કરી. જેના સાથે આ સ્ટાર્ટઅપમાં મુંબઇનો તેનો મિત્ર અંકિત જાંગીડ જોડાયો છે.
ફાર્મ હાઉસ પોડ નાના, મધ્યમ અને મોટા ઉપલબ્ધ
શુભમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમારા સ્ટાર્ટઅપ ફાર્મ હાઉસ પોડ નાના, મધ્યમ અને મોટા એમ ત્રણ જુદાજુદા કદમાં ઉપલબ્ધ છે. કેન્દ્ર-રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ ઇન્ડિયા તળે અમને વિવિધ સહાયનો લાભ મળ્યો છે.
સરકાર ભારતના યુવાનોના નવીન વિચારોને પ્રોત્સાહિત કરવા આર્થિક, સંશોધનાત્મક અને કાયદાકીય સહિતની સહાય, માર્ગદર્શન મળી રહે તેવી પૂરતી વ્યવસ્થાઓ કરી આપે છે. આથી યુવાનોના વિચારને નવી દિશા મળે અને તેને જરૂરી સહયોગ માટે સરકાર તેના પડખે હોય છે.
હવે ઘરમાં જ શાકભાજી અને ફૂલો ઉગાડી શકે છે
અમને ફાર્મ હાઉસ ફુડ અનલિમિટેડ નેટવર્ક સ્ટાર્ટઅપ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા તળે આશરે 75 થી 80 હજારની આર્થિક સહાય, પેટન્ટ નોંધાવવા માટે કાયદાકીય સલાહકાર, વકીલની મદદ મળી છે. અમારા સ્ટાર્ટઅપના કામ માટે MSU ના ઇનક્યુબેશન બિલ્ડીંગમાં જગ્યા પણ ફાળવવામાં આવી છે.
આ ફાર્મ હાઉસ યંત્રની મદદથી લોકો હવે ઘરમાં જ શાકભાજી અને ફૂલો ઉગાડી શકે છે. અને એટલું જ શાકભાજી આ યંત્રમાં ઊગી શકે છે, જેથી ઘરમાં પૂરતું મળી રહે. આ પ્રોડક્ટ જૂનમાં લોન્ચ થઈ રહી છે. જેથી લોકો બજારમાંથી મેળવી શકશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kitchen garden, Local 18, Vadodara