વડોદરામાં શિનોરની નર્મદા નદીમાં બે યુવકો ડૂબવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના બાદ બુમરાણ સંભળાતા સ્થાનિકો લોકો દોડી આવ્યા હતા. અને ડૂબેલાં એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે અન્ય એક યુવકને તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ શિનોરના નર્મદા નદી કિનારે રામજી મંદિરના ઘાટ પાસેનો બનાવ છે. બનાવની વિગત પ્રમાણે બન્ને મિત્રો શિનોર નદીમાં નહાવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો અને સ્થાનિક લોકોએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
આપને જણાવી દઇએ કે આ પહેલા પણ વડોદરામાં ડભોઈના કુકડ ગામો 21 વર્ષીય યુવાન નદીમાં ડૂબ્યો હતો. મિત્રો સાથે નદીમાં ન્હાવા ગયો ત્યારે પાણીના પ્રવાહમાં ડૂબી ગયો હતો.