Vadodara: આ યુવાનોએ પોકેટ મનીમાંથી બચત કરી કંપની બનાવી, 19 આયુર્વેદિક, હર્બલ પ્રોડક્ટ લોન્ચ કરી
Vadodara: આ યુવાનોએ પોકેટ મનીમાંથી બચત કરી કંપની બનાવી, 19 આયુર્વેદિક, હર્બલ પ્રોડક્ટ લોન્ચ કરી
6 મહિના પહેલા કંપનીની શરૂઆત 15 હજારથી કરી હતી.
વડોદરાના બે વિદ્યાર્થીઓએ આ બાબત સાકાર કરી બતાવી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરની મદદથી માત્ર 20 વર્ષના બે છાત્રોઓ પોતાની કંપની સ્થાપી છે.
નિધિ દવે, વડોદરા: હજુ તો ભણવાની ઉંમર હોય ! કોલેજની મજા માણવાના વર્ષો હોય ! તેવા સમય પોતાની કંપની સ્થાપવી એ તો માત્ર સ્વપ્ન દિવાસ્વપ્ન જેવી વાત હોય છે. સાવ એવું પણ નથી. વડોદરાના બે વિદ્યાર્થીઓએ (Vadodara Student) આ બાબત સાકાર કરી બતાવી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના (The Maharaja Sayajirao University) ઇન્ક્યુબેશન સેન્ટરની (Incubation Centre) મદદથી માત્ર 20 વર્ષના બે છાત્રોઓ પોતાની કંપની સ્થાપી છે. આ કંપનીના માધ્યમથી યુનિક કહી શકાય એવી 19 આયુર્વેદિક (Ayurvedik), હર્બલ પ્રોડક્ટ (Herbal Products) બજારમાં મૂકી છે.
હાલમાં 19 પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવે છે.
સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયના છાત્ર જીનેન્દ્રદત્ત શર્મા અને વેલ્લોર યુનિવર્સિટીમાં મિકેનિકલ કોરનો અભ્યાસ કરતા ચિન્મય કપૃઆને ભેગા મળી સ્વસ્થવૃત હેલ્થ સોલ્યુશન નામની કંપની બનાવી છે. હાલ આ કંપની એમએસયુના ઇન્ક્યુબેશન સેન્ટરમાં છે. કંપનીના સંચાલન ઉપરાંત પ્રોડક્શન મેનેજમેન્ટ, માર્કેટિંગ સાથે અભ્યાસ તો ચાલું જ છે. સ્વસ્થવૃત હેલ્થ સોલ્યુશનમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ સંભાળતા જીનેન્દ્રદત્ત શર્મા કહે છે, આજે બજારમાં અનેક પ્રકારના આયુર્વેદિક પ્રોડક્ટ મળે છે.
ખાસ કરીને વિવિધ દર્દોની દવાઓ, તંદુરસ્તી માટેના ટોનિક, હેરઓઇલ, સાબુઓ મળે છે. તેની સામે અમે લોકોને સરળતાથી ઉપયોગમાં આવી શકે એવા ઉત્પાદનો બજારમાં મૂક્યા છે. તેનું ઉત્પાદન આયુર્વેદના ગ્રંથોમાં નિર્દેશિત વિધિ અને ટેક્નોલોજીના સમન્વયથી કરવામાં આવે છે. હાલમાં 19 પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવે છે. આ કંપની ઓનલાઈન મારફતે પણ વેચાણ કરી રહી છે.
હિમાલિયન રોક સોલ્ટનો ઉપયોગ કરી આ બાથ સોલ્ટ બનાવ્યા , હિમાલય રોક સોલ્ટ શરીરની ચામડી માટે ખૂબ જ ફાયદાકારક.
ક્લાઉડ-9 બાથ સોલ્ટ બનાવીએ છીએ. તમને બજારમાં અનેક પ્રકારના આયુર્વેદિક, કોસ્મેટિક સાબુ મળી જશે. પણ, બાથ સોલ્ટ ક્યાંય ઉપલબ્ધ નથી. હિમાલિયન રોક સોલ્ટનો ઉપયોગ કરી આ બાથ સોલ્ટ બનાવીએ છીએ. પિપરમિન્ટ, નીલગીરી, લવેન્ડર, લેમનગ્રાસ ફ્લેવરમાં ઉપલબ્ધ છે. હિમાલય રોક સોલ્ટ શરીરની ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ત્વચામાં ઋક્ષતા આવતી નથી અને ચમક આવે છે. ગરમ પાણીમાં બે ચમચી નાખી, તેમાં પણ બોળી રાખવાથી પાનીમાં ફાડીયા પડવાની સમસ્યા દૂર થાય છે. ન્હાવા માટે પણ ગરમ પાણીમાં બે ચમચી નાખીને ઉપયોગ કરવાથી શરીરે સાબુ લગાવવાની પણ જરૂર રહેતી નથી. હિમાલિયન રોક સોલ્ટથી સ્નાનથી અદ્દભૂત તાજગીનો અનુભવ થાય છે.
છાશ અને દૂધમાં નાખી પીવા માટે એપેટિટો અને રેસ્પિરો પણ અનોખી પ્રોડક્ટ
એવી જ રીતે ક્લાઉડ-9 એરોમાથેરાપી કેન્ડલનું કામ પણ ગજબનું છે. શોક, એન્ઝાઇટી, ડિપ્રેશન, ઇન્સોમેનિયા જેવી વ્યાધિમાં એરોમાથેરાપીની કેન્ડલ બહુ જ ફાયદાકારક છે. ઉક્તમાંથી કોઇ પણ વ્યાધિમાં આ કેન્ડલ પ્રગટાવી વાતાવરણ એકદમ પ્રફુલ્લિત થઇ જાય છે. કેન્ડલ પાંચેક કલાક સુધી પ્રજ્જવલિત રહે છે. આ ઉપરાંત, છાશ અને દૂધમાં નાખી પીવા માટે એપેટિટો અને રેસ્પિરો પણ અનોખી પ્રોડક્ટ છે. તેની સાથે સુગર ફ્રિ અને ઇમ્યુનિટી બૂસ્ટિંગ માટે આમળા લાડુ પણ બનાવવામાં આવે છે. દર મહિને 50 હજાર જેટલું વેચાણ થઈ રહ્યું છે.
હાલની પ્રોડક્ટ રેન્જને ભવિષ્યમાં વધારવાની પણ યોજના.
આ બન્ને યુવાનોએ પોતાને મળતી પોકેટ મનીમાંથી રૂ. 15 હજાર બચાવી આ કંપની રજીસ્ટર કરી અને ત્યાર બાદ 45 હજાર જેટલું પ્રોડક્ટ બનાવવા માટે વસ્તુઓ લાવ્યા છે.હાલની પ્રોડક્ટ રેન્જને ભવિષ્યમાં વધારવાની પણ યોજના છે. હાલમાં ફોર્મ્યુલા આપી અન્ય યુનિટ પાસે જોબવર્ક કરાવવામાં આવે છે. કેટલાક ઉત્પાદનોના વેચાણ માટે અન્ય કંપનીઓ સાથે કોલોબ્રેશન કરવામાં આવ્યું છે. વળી, પ્રોડક્ટને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ મળ્યું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર