Vadodara Monsoon: વડોદરામાં પ્રથમ વરસાદમાં વાહનચાલકો ધડાધડ પડ્યા, વીડિયો વાયરલ થયો
Vadodara Monsoon: વડોદરામાં પ્રથમ વરસાદમાં વાહનચાલકો ધડાધડ પડ્યા, વીડિયો વાયરલ થયો
પ્રથમ વરસાદમાં જ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
વડોદરા શહેરમાં આજે બપોર બાદ વરસાદ પડ્યો હતો જે બાદ શહેરના ઘણા રસ્તાઓ પર ડામરમાંથી ઓઇલનો રિસાવ થતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા અને રોડ પર સ્લિપ થઇ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં પ્રથમ વારસાદમાં જ (Ahmedabad Rain) શહેરના ચંદ્રનગર બ્રિજ (આંબેડકર બ્રિજ) પર એક સાથે 10 જેટલા ટૂ વ્હીલર સ્લિપ થયાનો વીડિયો પણ સામે આવ્યો હતો. જે વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થયો હતો. ત્યારે હવે વડોદરા (Vadodara)માં પણ ટૂ વ્હીલર લાચકો રોડ પર સ્લિપ થયાનો એક વીડિયો (Vadodara Accident Video) સામે આવ્યો છે. જેમા એક પછી એક વાહનો (Accident Video) લપસ્યા હતા. અને એક બીજા સાથે અથડાયા હતા.
વડોદરા શહેરમાં આજે બપોર બાદ વરસાદ પડ્યો હતો જે બાદ શહેરના ઘણા રસ્તાઓ પર ડામરમાંથી ઓઇલનો રિસાવ થતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા અને રોડ પર સ્લિપ થઇ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમા એક બાદ એક ટૂ વ્હીલકો રોડ પર સ્લિપ થઇ રહ્યા છે. આ અકસ્માતના વીડિયોમાં કેટલાક વાહનચાલકોને ઇજા પણ પહોંચી હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યાં જ કેટલાક વાહનચાલકો પહેલા સ્લિપ ખાઇ રોડ પર પડ્યા હતા તેમના પર અન્ય વાહનચાલકો સ્લિપ થતા અથડાયા હતા.
આ અકસ્માતથી સ્પષ્ટ થાય છે કે, વડોદરા કોર્પોરેશને પણ પ્રિ મોનસુન કામગીરીમાં યોગ્ય રીતે ધ્યાન નથી આપ્યું. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તેમજ શહેરીજનો માટે પ્રથમ વરસાદ જ મુસિબન બનીને આવ્યો છે.
જણાવી દઇએ કે, અમદાવાદના ચંદ્રનગર બ્રિજ ( આંબેડકર બ્રિજ) પર વરસાદ પડતા એક સાથે બ્રિજ પરથી પસાર થતા 10 જેટલા ટૂ વ્હીલરો સ્લીપ થઇ ગયા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. આ ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક સાથે મોટી સંખ્યામાં વાહનો સ્લીપ થતા થોડા સમય માટે બ્રીજ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો અને વાહનોની મોટી કતાર જોવા મળી હતી.
અમદાવાદ બાદ વડોદરાની આ ઘટના બાદ શહેરીજનો કોર્પોરેશન પર રસ્તા ના રિસરફેસ કર્યાના આરોપ લગાવી રહ્યા છે. સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પ્રિ મોનસુન કામગીરી યોગ્ય રીતે કરવામાં ના આવી હોવાનું પણ જણાવી રહ્યા છે. જેના પરિણામે જ્યારે વરસાદ પડ્યો ત્યારે આ રસ્તા પરથી પસાર થતી વખતે વાહનચાલકો લપસ્યા છે. આ ઘટના બાદ હવે ટૂ વ્હીલર ચાલકોને રોડ પરથી પસાર થતા સમયે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર